અંબાલાલ પટેલે હવે નવી આગાહી કરી છે અને આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા દર્શાવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની આગાહી કરી દીધી છે. 2023 નો ઉનાળો આકરો બની રહેશે એવી વાત સામે આવી રહી છે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે.
આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19-20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. સાથે જ 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠુ પડ્યુ હતું એ સૌ કોઈને યાદજ છે, ત્યારે ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
આમ આદમીની મોંઘીદાટ ઓફર, AAPએ BJPના નેતાને ખરીદીને પોસ્ટ આપવા માટે કરી પુરા 1 કરોડની ઓફર!
ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ માવઠું ફરી એકવાર ખેડૂતો માટે મોટી મુસીબતો નોતરી શકે છે. જાન્યુઆરી મહિનાના અંતમાં આવેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા જ હતા અને હવે ફરીથી ઠંડીમાં પાકેલો પાકને નુકસાની સહન કરવી પડશે.