Kiara Advani Sidharth Malhotra Marriage: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તેમના મિત્રો અને પરિવાર સાથે જેસલમેર પહોંચી ગયા છે અને લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. રિપોર્ટ્સ અનુસાર, સિદ-કિયારા 6 ફેબ્રુઆરીએ નહીં પરંતુ 7 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરશે. સૂર્યગઢ પેલેસમાં લગ્નના સમાચારો વચ્ચે, ‘વર’ અને ‘કન્યા’ની નેટવર્થ જુઓ, સિદ્ધાર્થ અને કિયારા વચ્ચે કોણ છે વધુ અમીર, ચાલો જાણીએ!
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ અલગ-અલગ કરિયરની શરૂઆત કરી હતી પરંતુ હવે બંને જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ-કિયારાની કુલ સંપત્તિ લગભગ 110 કરોડ રૂપિયા છે.
જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રાની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા અને કિયારા અડવાણીની કુલ સંપત્તિ 23 કરોડ રૂપિયાની નજીક છે. સિદ્ધાર્થ દરેક ફિલ્મ માટે 7-8 કરોડ રૂપિયા લે છે અને કિયારાની ફી પ્રતિ ફિલ્મ 4-5 કરોડ રૂપિયા છે.
ફિલ્મો માટે તગડી ફી વસૂલવા ઉપરાંત, દંપતી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી પણ સારી કમાણી કરે છે. અહેવાલો અનુસાર, સિદ્ધાર્થ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી રૂ. 2-4 કરોડ કમાય છે અને કિયારાની પ્રતિ એન્ડોર્સમેન્ટ ફી રૂ. 1-3 કરોડ છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાનો મુંબઈમાં બાંદ્રામાં સી-ફેસિંગ બંગલો છે અને તેની કિંમત કરોડો રૂપિયા છે. બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાને મોંઘા વાહનોનો ખૂબ શોખ છે અને તેણે મુંબઈના બાંદ્રામાં એક આલીશાન સી ફેસિંગ ઘર પણ ખરીદ્યું છે અને તેના ઘરનું ઈન્ટિરિયર કિંગ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઈન કર્યું છે.
લાખો ગુજરાતીઓને હાલાકી, ગુજરાતમાં 400થી વધુ CNG પંપ ધારકો હડતાળ પર, જાણો એવો તો શું મોટો વાંધો પડ્યો
Breaking: તુર્કી-સીરિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 195 થયો, બંને દેશોમાં ચારેકોર તબાહી જ તબાહી
જો આપણે દુલ્હન બનવાની કિયારા અડવાણીની વાત કરીએ તો તેને મોંઘા કપડાં અને લક્ઝરી વસ્તુઓનો પણ ખૂબ શોખ છે અને તેની પાસે ઓડી અને BMW જેવી મોંઘી કાર પણ છે.