તુર્કીમાં સોમવારની સવાર પણ તેની સાથે તબાહી લઈને આવી હતી. 7.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ ઘણા વિસ્તારોમાં બધું તબાહ કરી નાખ્યું હતું. મોટી મજબૂત ઈમારતો કુદરતના આ પ્રકોપનો સામનો કરી શકી નહિ અને થોડી જ સેકન્ડોમાં જમીન પર ધસી ગઈ. ભૂકંપના કારણે લગભગ 200 લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
અત્યારે ઘણા લોકો ઈમારતોના કાટમાળમાં પણ ફસાયેલા છે, જેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમના સભ્યો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકોને બચાવી લેવાયા છે. તુર્કીને અડીને આવેલા સીરિયામાં પણ ભૂકંપના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા છે. આ સાથે ગ્રીસ, જોર્ડન, સીરિયા, ઇરાક, લેબેનોન અને જ્યોર્જિયા જેવા ઘણા દેશોમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતા.
તુર્કીમાં ભૂકંપના આંચકા બાદ ધ્વસ્ત થયેલી ઈમારતોના ભયાનક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેને જોઈને તમે પણ આંખમાંથીઆંસુ રોકી નહીં શકો. વાયરલ વીડિયોમાં તુર્કીના એક શહેર દિયારબાકીરનો એક ભયાનક વીડિયો પણ સામેલ છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભૂકંપનો આંચકો આવ્યા બાદ એક ઉંચી ઈમારત સેકન્ડમાં જ પડી ગઈ હતી.
WATCH: Building collapses during earthquake in Diyarbakir, Turkey https://t.co/GfQzglgDGK
— BNO News Live (@BNODesk) February 6, 2023
તે જ સમયે, દક્ષિણ તુર્કીનો એક ડરામણો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો એ સ્થળનો છે જ્યાં ભૂકંપ બાદ અનેક એપાર્ટમેન્ટ બિલ્ડીંગો ધરાશાયી થઈ હતી.
Multiple apartment buildings have collapsed after a powerful earthquake in southern Turkey https://t.co/wydrBj94RL
— BNO News (@BNONews) February 6, 2023
તે જ સમયે, સોશિયલ મીડિયા પર એક અન્ય વીડિયો વાયરલ થયો છે, જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિને બિલ્ડિંગના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો છે.
Survivor being pulled from #earthquake rubble in Turkey.pic.twitter.com/POliq0mBPt
— Scott ⚔️🇺🇸⚔️ (@RandomHeroWX) February 6, 2023
ઘરમાં ફસાયેલી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા મદદ માંગતી જોવા મળી રહી છે. આ વીડિયો ભૂકંપ બાદ મહિલાએ પોતાના ફોનથી શૂટ કર્યો હતો.
Some people who are trapped in rubble after the quake in southern Turkey are taking to social media to ask for help pic.twitter.com/tQQdkkpF0H
— BNO News Live (@BNODesk) February 6, 2023
આ વીડિયો એક વાહનમાં પસાર થઈ રહેલા કોઈ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો છે, જેમાં તમે ભૂકંપ પછીની તબાહી સ્પષ્ટ જોઈ શકો છો. મોટી ઈમારતોનો કાટમાળ જમીન પર પડ્યો છે.
WATCH: Daylight reveals massive destruction in Kahramanmaraş, Turkey pic.twitter.com/YZD1J4iYfc
— BNO News Live (@BNODesk) February 6, 2023
તુર્કીમાં સોમવારે સવારે લગભગ 4.15 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ગાજિયનટેપ વિસ્તારમાં હતું, જે સીરિયા સરહદથી માત્ર 90 કિલોમીટર દૂર છે. સીરિયામાં પણ ભૂકંપની ભારે અસર જોવા મળી હતી. સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તુર્કી અને સીરિયા બંનેને 6 વખત મજબૂત ભૂકંપના આંચકા આવ્યા.
🚨🇹🇷 #earthquake in #Turkey hundreds of people removing rubble in search of survivors.#Turkiye #nurdagi #Anayazi #Gaziantep #Syria pic.twitter.com/XkLZgtN6kt
— UZAIR SHAHID (@UZAIR_SHAHID) February 6, 2023
ભૂકંપ બાદ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોઆને ટ્વીટ કર્યું હતું કે, “ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 વખત જોરદાર આંચકા અનુભવાયા હતા. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ક્ષતિગ્રસ્ત ઈમારતમાં ન પ્રવેશે. મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશ તુર્કીમાં ભૂકંપથી તબાહીની આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ તુર્કીમાં સમયાંતરે આવતા ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્ષ 1999માં તુર્કીમાં આવેલા ભૂકંપમાં 18 હજાર લોકોના મોત થયા હતા. તુર્કીમાં આવેલા ભૂકંપના કારણે થયેલી તબાહી પાછળ દેશની ભૌગોલિક સ્થિતિ એક મોટું કારણ છે.
લાખો ગુજરાતીઓને હાલાકી, ગુજરાતમાં 400થી વધુ CNG પંપ ધારકો હડતાળ પર, જાણો એવો તો શું મોટો વાંધો પડ્યો
Breaking: તુર્કી-સીરિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 195 થયો, બંને દેશોમાં ચારેકોર તબાહી જ તબાહી
વાસ્તવમાં, સાડા આઠ કરોડની વસ્તી ધરાવતું તુર્કી ચાર ટેકટોનિક પ્લેટ પર સ્થિત છે. આવી સ્થિતિમાં, જો એક પ્લેટમાં સહેજ હલનચલન થાય છે, તો તે સમગ્ર વિસ્તારને હલાવી દે છે. મોટાભાગના તુર્કી એનાટોલીયન પ્લેટ પર સ્થિત છે. તેનો અર્થ નાનું એશિયા પણ થાય છે.