‘દલિત સમાજના લોકોએ મંદિરમાં પ્રવેશ કરવો નહીં’ જૂનાગઢના કાળ ભૈરવ મંદિરમાં લાગ્યા અવિવાદીત પોસ્ટર

Lok Patrika
By Lok Patrika
Share this Article

દેશના સંવિધાન અનુસાર તમામ નાગરિકો એકસમાન છે. કોઈ પણ વ્યક્તિ અથવા સમૂહ સાથે ધર્મ, રંગ, જ્ઞાતિ, જાતિ કે સંસ્કૃતિને આધારે ભેદભાવ ન કરી શકાય. પરંતુ આજે પણ એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં અમુક સમાજના લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. આવી જ એક ઘટના જૂનાગઢના એક ગામમાં બની છે. આ ગામમાં મંદિરની બહાર એવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા કે દલિત સમાજના લોકોએ પ્રવેશ કરવો નહીં. ઘટના સામે આવ્યા પછી રોજ પોલીસ અને દલિત સમાજના આગેવાનોની હાજરીમાં લોકોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, બુધવારની રાતે જૂનાગઢના માળિયા તાલુકાના પિખોર ગામમાં સ્થિત કાળ ભૈરવ મંદિરની બહાર અસામાજીક તત્વોએ પોસ્ટર લગાવ્યા હતા જેમાં લખવામાં આવ્યુ હતું કે, દલિત સમાજના લોકોએ મંદિરમાં પ્રવેશ કરવો નહીં. આ ભેદભાવ કરનાર લખાણ લોકોએ જાેયું તો ગામનું વાતાવરણ ગરમાઈ ગયુ હતું. ગામના લોકોએ ડ્ઢઅજીઁ સબિત પોલીસને ઘટનાની જાણ કરી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસ મંદિર પહોંચી હતી અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.

પોલીસે ગામના સરપંચ તેમજ ગામના દલિત અગ્રણીઓને બોલાવ્યા અને બાંહેધરી આપી કે તમામ લોકો શાંતિપૂર્વક રીતે મંદિરમાં પ્રવેશ મેળવી શકશે તે પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમુક અસામાજિક તત્વોએ અંગત અદાવતને કારણે આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરી હતી. માળિયા પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

કેશોદના ડીવાયએસપી જે.બી.ગઢવીએ જણાવ્યું કે, અમે ગામના તમામ દલિત અગ્રણીઓને બોલાવ્યા અને અમારી દેખરેખ હેઠળ મંદિરમાં પ્રવેશ કરવાનુ કહ્યું. તે સમયે ગામની એક પણ વ્યક્તિએ વિરોધ નથી કર્યો. અમે અરજી મેળવી લીધી છે અને તપાસ પણ શરુ કરી દીધી છે. પૂરાવા એકત્રિત કર્યા પછી અમે હ્લૈંઇ પણ નોંધીશું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly