કચ્છનો કૈલાશ પર્વત કહેવાતા કાળો ડુંગરમા છૂપાયેલા છે અનોખા રહસ્યો, વિજ્ઞાનના નિયમો અહી નથી કરતા કામ, બંધ ગાડી પણ ચડે છે ઉપર!

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાતના સફેદ રણ દેશ જ નહી પણ વિદેશીઓ પણ અહી ઉમટી પડે છે. નજારો જાણે ચંદ્ર પર હોય તેવો મોહક હોય છે. લોકો અહી આવેલ વોચ ટાવર પર આ નજારો નીહાળે છે.

આ સિવાય જો કોઈ કુદરતી સ્થળ પરથી આ અલભ્ય નજારો માણવો હોય તો તે છે અહીનો કાળો ડુંગર જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે. તેને કચ્છનો મુગટ અને કચ્છનો કૈલાશ પર્વત કહેવાય છે. 229 ચો. માઈલમાં ફેલાયેલો અને 462 મીટર ઉંચા આ સ્થળે લાખો લોકો પહોંચે છે.

કાળો ડુંગર હવે એક પ્રવાસન સ્થળ બની ગયો છે. ગુરુ દત્તાત્રેય સાથે જોડાયેલી એક કથા પણ છે. કહેવાય છે કે તેમના દ્વારા જે કોઈ પણ અહીં આવે તેમને પ્રસાદ મળતો. એક વખત એક ભૂખ્યો શિયાળ તેમની પાસે આવ્યુ પણ તેમની પાસે કંઈ ભોજન ન હોવાથી તેમણે પોતાના શરીરનો એક અંગ શિયાળને અર્પિત કર્યો પણ શિયાળે તેને આરોગ્યુ નહી. આ પછી અહીં આવેલા લોંગ ઓટલા પર ગુરુ દત્તાત્રેયને ધરાવતો નૈવેદ્ય મીઠી ભાત શિયાળોને પણ આપવામાં આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ અહી મંદિરના મહંત દ્વારા લોંગ લોંગની બૂમો પાડવામા આવે એટલે શિયાળો અહીં આવી પહોંચે છે અને પ્રસાદ લે છે. અહી ગુરુ દત્તાત્રેયના પગલાં પાદુકા સ્વરૂપે સ્થાપવામાં આવ્યા છે.

આ સિવાય કાળા ડુગરનુ અન્ય એક આકર્ષણ એ છે કે કાળો ડુંગર ચઢતી વેળાએ જો તમે તમારી ગાડીને બંધ કરી દેશો છતા પણ ગાડી આપમેળે ચઢાણ પર ચઢે છે.

અહી ગુરુત્વાકર્ષણના નિયમો ઉંધા ચાલે છે. આવો જ અન્ય મેગ્નેટિક ફિલ્ડ ધરાવતી જ્ગ્યા લદાખમા પણ આવેલી છે.


Share this Article
TAGGED: