શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના યુવા વિભાગના મહામંત્રી અને પર્યાવરણ પ્રેમી યુવા ઋત્વિક પુરોહિતે વધારે એક સિદ્ધિ હાંસલ કરી છે. ઋત્વિકને પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સામાજિક સેવા સાથે પર્યાવરણના જતન માટે દિવસ રાત પ્રયત્નશીલ વડોદરાના યુવા બ્રહ્મ અગ્રણી અને સામાજિક કાર્યકર ઋત્વિક પુરોહિતે વડોદરાની સાથે સાથે સમગ્ર ગુજરાત અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
ત્યારે આ સોનેરી સિદ્ધિના અવસરે સંસ્થાના ટ્રસ્ટી ડોક્ટર યજ્ઞેશ દવે જણાવ્યું હતું કે ઋત્વિક પુરોહિતે પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ જીતી પર્યાવરણના સંરક્ષણ ક્ષેત્રે એક આગવી ઓળખ બનાવી છે. ગત રવિવાર ના રોજ હિંમતનગરમાં પ.પૂ.પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ તથા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત દ્વારા આયોજિત પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ – 23માં ઉત્તર પ્રદેશના માન. મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે ઋત્વિક પુરોહિતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
બાળકના શરીર પર ઉભરી રહ્યા છે રામ-રામ અને રાધે-રાધે શબ્દો, ડોક્ટર પણ આશ્ચર્યચકિત
ધ્રુજતી ધરતી અને ડોલતી ઈમારતો… 2023માં 38 વાર ભૂકંપ આવ્યો, જતાં જતાં મોટો ઝાટકો આપવાની પુરી શક્યતા!
ગુજરાતના બે-બે પૂર્વ મુખ્યમંત્રી સાથે એક જ દિવસે ભયંકર અકસ્માત, રૂપાણી અને મહેતા માંડ-માંડ બચ્યા
યુવા અધ્યક્ષ જપીન ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઋત્વિક પુરોહિતે એવોર્ડ મેળવી બ્રહ્મ સમાજ સહિત યુવા વિભાગની પણ લાગણી ઓ જીતી લીધી છે. સાથે જણાવ્યું હતું કે, ઋત્વિક પુરોહિત પર્યાવરણને સમર્પિત છે.