હાલ રાજ્યમા કોરોના કેસો વધતા રાત્રી કર્ફ્યુ જાહેર કરવામા આવ્યુ છે. આ વચ્ચે વલસાડમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે રાત્રિ કફર્યૂ મુજબ નવદંપતી લગ્ન કરીને શહેરમાં પ્રવેશ્યા અને પોલીસે નવદંપતી સહિત તેનાં પરિવારજનોની અટકાયત કરી જેથી નવદંપતીને લગ્નની રાત પોલીસ સ્ટેશનમાં જ પસાર કરવી પડી હતી.
પોલીસની આવી કાર્યવાહી ગુજરાતમાં પ્રથમ વખત સામે આવી છે. નિયમોના ભંગ કરવા બદલ વલસાડ પોલીસે દુલ્હા અને દુલ્હન પર પણ કાયદાકીય કાર્યવાહી ઠપકારી હતી. આ બાદ નવદંપતી સહિત પરિવારજનોને પોલીસે સવારે જામીન પર છોડ્યા હતા.
આ બાદ વરરાજા પીયૂષ પટેલે પોલીસ પર આક્ષેપ કરતા કહ્યુ હતુ કે ગેરવર્તન કરવામા આવી રહ્યુ છે અને થોડું મોડું થઈ જતાં અમે માફી માગી અને પરિવારજનોએ તેમના પર કાર્યવાહી કરો પણ નવદંપતીને જવા દેવા કહ્ય હતુ. પરંતુ આ બાદ પણ પોલીસ કઈ સાંભળવા તૈયાર ન હતી અને ને અમારી સાથે ગેરવર્તન કર્યુ. નેતાઓ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવે છે ત્યારે ચાલે પણ સામાન્ય લોકો પર કાયદાનુ અમલ કહી હેરાન કરવામા આવી રહ્યા છે.