હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઑ સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવવા હતા અને આ ઉપરાંત આદિવાસી સમાજમાં ઘરે ઘરે લોકો તેમને ચાહે છે. કોંગ્રેસના આ ધારાસભ્ય પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે. મોહન રાઠવા વિશે વાત કરીએ તો તેઓ 1972થી અત્યાર સુધી 8 વખત ધારાસભ્ય બન્યાલ હતા. તેઓ શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. આ પહેલા ચૂંટણી ન લડવાની અગાઉ જાહેરાત કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે કોંગ્રેસ કઈ રીતે ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં યોજાનારી સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ વખતે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર પોતાનો ગઢ બચાવવાનો છે. વાસ્તવમાં, પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસે 2017માં આ વિસ્તારમાંથી સૌથી વધુ બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે પાટીદાર આંદોલનના ઘણા મોટા ચહેરાઓ કોંગ્રેસથી અલગ થઈ ગયા છે. તો સવાલ એ છે કે શું કોંગ્રેસ આ વખતે સૌરાષ્ટ્રમાં પોતાનો ગઢ બચાવી શકશે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક મોટા નેતાઓ અલગ થવાને કારણે ભાજપને ઓક્સિજન મળ્યો છે. હાલ સૌરાષ્ટ્ર વિસ્તારની ચૂંટણી ગત વર્ષ કરતા વધુ પડકારજનક અને મહત્વની બની રહેશે.