જયસુખ પટેલ હાય હાય.. એને ફાસી જ આપી દો, આવાને આશરો કોણ આપે છે? મોરબી પૂલમાં પીડિતોએ વ્યક્ત કરી દર્દનાક વ્યથા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

મોરબીનો ઝૂલતા પુલ તુટતાની સાથે ઘણા પરિવારો પણ તુટી ગયા છે. મોરબીની દુર્ઘટનાને આજે ઘણા દિવસો થઈ ગયા છે છતા પણ પીડિતોની વેદના હજુ પણ એમનીએમ જ છે. ઝૂલતો પુલ તૂટવાથી દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. હવે આ દુર્ઘટનાને જવાબદાર દોષિતોને કડકમાં કડક સજાની મંગ કરવામા આવી રહી છે.

જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું

મળતી માહિતી મુજબ આજે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. હવે સબ જેલમાંથી મોરબી પોલીસને તેમની કસ્ટડી સોંપાઇ હોવાના સમાચાર છે. બીજી તરફ આ ઘટનામા મૃતકના પરિજનો માંગ કરી રહ્યા છે કે જયસુખ પટેલને ફાંસી આપવામા આવે. તેઓ વિરોધ અને હાય હાયના સૂત્રોચાર કરી રહ્યા છે.

જયસુખ પટેલને ફાંસી આપવાની માંગ ઉઠી 

Morbi Bridge પીડિતોઓ કહ્યુ છે કે જયસુખ પટેલના કોર્ટમાં સરેન્ડર સમયે અમારા પર બળપ્રયોગ કર્યો છે. જયસુખ પટેલને ફાંસી આપો, એજ સાચો ન્યાય છે. તેને આશરો આપનાર કોણે છે તે અંગે પણ તપાસ થવી જોઇએ.

દિલ્હી-અમદાવાદ ફ્લાઈટમાં બોમ્બના સમાચારથી ખળભળાટ! અમદાવાદથી પ્લેન ઉડાન ભરવાનું હતું ત્યારે અચાનક…

બધું જ પડતું મૂકીને બુધવારે સવારે સૌથી પહેલા કરો આ કામ, 100 ટકા સારા સમાચાર મળશે

ફેબ્રુઆરીમાં આ રાશિના લોકોના લગ્ન પાક્કું થઈ જશે, કમ સે કમ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ તો મળી જ જશે!

બીજી તરફ સરકારી વકીલ એસ.કે વોરાએ કહ્યુ ચેહ કે જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને રિમાન્ડની અરજી કરાઈ છે. જયસુખ પટેલને આશરો આપનાર સામે પણ કાર્યવાહી થશે. રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ 304 મુજબ ગુનો દાખલ કરી દેવાયો છે જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે.


Share this Article