રાજ્યનાં પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણનાં કોઈ રિસોર્ટમાં જુગારધામો ધમધમી રહ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડીયોમાં મોટી સંખ્યામાં જુગારીઓ ટોળે વળી અને બિન્દાસ તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. એક તરફ પ્રદેશમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે પ્રશાસન અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. તો બીજી બાજુ દમણમાં જુગારીયાઓ કોઈ પણ જાતના ખોફ વિના રિસોર્ટમાં મોટાપાયે જુગારધામ ચલાવી રહ્યાં હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે.
આથી વાયરલ થયેલો વિડિયો દમણ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. બનાવની વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી દમણના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મોટી સંખ્યામાં જુગારીયાઓ એકઠા થઈને બેખોફ બની અને તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. વાયરલ થયેલો આ વિડીયો દમણનાં દેવકા બીચ રોડ પર આવેલા કોઈ રિસોર્ટનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે કોરોના સંક્રમણ વધવાને કારણે પ્રદેશ દમણમાં બહારથી આવતાં પર્યટકો માટે પ્રદેશ માં પ્રવેશ મેળવવા કોરોના વેક્સિન નું સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે..
પ્રદેશમાં પણ ર્ષ્ઠદૃૈઙ્ઘ ૧૯ ની ગાઈડલાઈનનાં પાલનનાં બહાને લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. ગાઈડલાઈનના ભંગ બદલ કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે દમણનાં કોઈ રિસોર્ટમાં મોટી સંખ્યામાં એકઠા થઇ અને જુગારીઓ કોઈ પણ જાતનાં ડર વિગર જુગાર રમી રહ્યા હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. ત્યારે વાયરલ થયેલા વિડિયો દમણ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા કરી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરના ખોફ વચ્ચે પણ સંઘપ્રદેશ દમણમાં જુગારીયાઓ બેખોફ બની અને ખુલ્લેઆમ જુગારધામ ચલાવી રહ્યા હોવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.