કરસનપૂરાં ગામે યોજાયુ વિરમગામના દેત્રોજ ઠાકોર સમાજનુ નવા વર્ષનું સ્નેહ મિલન સંમેલન, સમાજના અગ્રણીઓ આપી હાજરી

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

વિરમગામ દેત્રોજ તાલુકા ઠાકોર સમાજનુ નવા વર્ષનું સ્નેહ મિલન સંમેલનનુ આયોજન માંડલ તાલુકાના કરસનપૂરાં ગામે કરવામાં આવ્યુ હતુ. સમાજના મોટી સંખ્યાંમા લોકો હાજર રહેલ હતા. વિરમગામ માંડલ દેત્રોજ તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ ઠાકોર બળદેવજી હલુજિ મહામંત્રીશ્રી ઠાકોર મનુજી રાજાજી હાજર હતા.

માંડલ તાલુકા પ્રમુખશ્રી રામજી ઠાકોર માંડલ તાલુકા સંગઠનના હોદ્દેદારો – વિરમગામ તાલુકામાંથી નટુજી ઠાકોર અજિતભાઇ ખુડદિયા આર કે ઠાકોર જેસંગજી ઠાકોર ડી કે ઠાકોર દીપાજી ઠાકોર તથા અનેક સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યાં. જેમાં સામાજિક એકતા – શૈક્ષણિક પ્રવૂતિને વેગ આપવામાં આવે તેમજ રાજકીય એકતા કરવાં માટેની ચર્ચા કરવામાં આવી.


Share this Article