શ્રવણકુમાર (બનાસકાંઠા): ધંધુકાનાં ભરવાડ સમાજના આશાસ્પદ યુવાન અને રાધનપુરનાં શેરગઢ ગામની 20 વર્ષીય હિન્દુ( ચૌધરી )સમાજની દિકરીને મુસ્લિમો વડે કરેલી હત્યા માટે જે લોકોએ હત્યા કરી તેને કડકમાં કડક સજા આપવા માટે બનાસાંઠાના લાખણી તાલુાકામાં મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ધંધુકામાં થયેલ ભરવાડ સમાજના આશાસ્પદ યુવાન એવા કિસનભાઈ બોળીયાની હત્યાના મુદ્દે અને રાધનપુરનાં શેરગઢ ગામની હિન્દુ ( ચૌધરી ) સમાજની દીકરીને મુસ્લિમ હત્યારાએ માથાના ભાગે કોહાડીનાં ઘા મારીને મારી નાખવામાં આવી હતી તે મામલા અંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભરવાડ સમાજના અનેક સંગઠનો સાથે મળી બનાસાંઠાના લાખણી તાલુકાના મામલતદારને મોટી સંખ્યામાં હિન્દુ ધર્મનાં યુવાનો તેમજ વડીલો તેમજ ઘણા બધા લોકો સાથે મળીને રેલીઓ કાઢીને શ્રી રામનાં અને આરોપીને કડકમાં કડક સજા આપોનાં નારા લગાવ્યા હતા.