વિજય જોષી ( લખતર )
ભારત દેશના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ મુજબ લખતરમાં મામલતદાર, નાયબ મામલતદાર મતદાર યાદી દ્વારા મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા તેમજ સુધારા કરેલ નામના મતદારોને પોસ્ટ દ્વારા ચૂંટણી કાર્ડ ઘરે મળી રહે તે માટેની કામગીરી હાથ ધરાઇ. લખતર મામલતદાર કચેરીના મતદાર યાદી નાયબ મામલતદાર વિરલ દેસાઈ દ્વારા એક યાદીમાં જણાવ્યા પ્રમાણે ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ.
મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022 અંતર્ગત લખતર તાલુકાની મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, નામ સુધારવા ભાગ બદલતા હોય તે નામો બદલવા ચુંટણીકાર્ડની જૂની સિરીઝ કે જે GJ હતી તે સિરીઝ બદલવા ભરાયેલ ફોમમાં ચૂંટનીકાર્ડ ચૂંટણીપંચની સૂચના મુજબ પોસ્ટ વિભાગ સાથે સંકલનમાં રહી મતદારો દ્વારા આપવામાં આવેલ સરનામા ઉપર ઘરે બેઠા પોસ્ટ દ્વારા ચૂંટણીકાર્ડ મળી રહે તેમાટે ની કામગીરી હાથ ધરાતા મતદારોને પોસ્ટ દ્વારા ચૂંટણી કાર્ડ મળી રહેશે.