આપણે કેટલા લેવા દેવા… મોરબી દુર્ઘટનાને લઈ આખું રાજ્ય શોક પાળીને બેઠું હતું, પણ ભાજપ સાશનના પ્રમુખ જન્મ દિવસ ઉજવે છે

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

એક તરફ સમગ્ર રાજ્યમા મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાને કારણે શોકનો માહોલ છે. આ દુર્ઘટનામાં 136 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. ઘણા પરિવારો આ દુર્ઘટનાને કારણે વિખાઈ ગયા છે. ઘટનાની જાણ થતા નેતાઓ પણ મોરબી પહોચી ગયા હતા. અત્યાર સુશીમા પીએમ મોદી, મુખ્ય્મંત્રી મોરબીની મુલાકાત લઈ પીડિતો સાથે બેઠક કરી હતી. આ વચ્ચે એક ભાજપ નેતાનો પાર્ટી કરતો વીડિયો સામે આવ્યો છે. આ બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.

એક તરફ આ દુખદ ઘટના બાદ દરેક જગ્યાએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો અને રાજ્યભરમાં કાર્યક્રમો રદ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે ત્યારે ભાજપ નેતાનો ઉજવણી કરતો આ વીડિયો વાયરલ થતા વિપક્ષ અને લોકોમા રોષ છે. મળતી માહિતી મુજબ વ્યારાના ભાજપ પ્રમુખે જન્મદિવસની ઉજવણી કરી છે.

વીડિયોમા જોઈ શકાય છે કે વ્યારા નગર પાલિકાના પ્રમુખ સેજલ રાણાના જન્મદિવસની કેક કાપવામા આવી અને ઉજવણી કરવામાં આવી. આ પાર્ટી નગર પાલિકા ખાતે કરવામા આવી જ્યા પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપના શહેર પ્રમુખ પણ હાજર રહ્યાં હતા. હવે સોશિયલ મીડિયા પર આ પાર્ટીના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.


Share this Article