હવામાન વિભાગની મોટી આગાહી, ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે આખા ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી, સીધી આટલી ડિગ્રી થશે

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. હવામાન બદલાતા રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આ વચ્ચે હવામાન વિભાગની એક મોટી આગાહી સામે આવી છે.

આ આગાહી મુજબ રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી અને  મોડી રાતે બે થી ત્રણ ડિગ્ર તાપમાનમાં ઘટાડો થશે. જો કે થોડા દિવસો બાદ ફરીથી સ્થિતિ સામાન્ય થઈ જશે.

રાજ્યમાં ઠંડી લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યુ કે ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે. આ કારણે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે અને ધુમમ્સભર્યુ વાતાવરણ રહેશે. મળતી માહિતી મુજબ રવિવારે અમદાવાદમાં 14.2 ડિગ્રી પારો રહ્યો જે બે વર્ષ બાદ નવેમ્બર માસમાં સૌથી નીચું તાપમાન હતુ. આ સાથે હવામાન વિભાગે  અમદાવાદમાં આવનારા 3 દિવસ 16 ડિગ્રી પારો રહે તેવી શકયતા છે.


Share this Article
TAGGED: