ઠંડી પણ પાછળ પડી ગઈ! માંડ-માંડ થોડી રાહત થઈ ત્યાં ફરી હવામાન વિભાગે કરી આગાહી, 3 દિવસ બાદ ગુજરાત મનાલી જેવું થઈ જશે!

Lok Patrika Desk
Lok Patrika Desk
1 Min Read
Share this Article

હાલ સમગ્ર દેશમા ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. ગુજરાતમા પણ છેલ્લા એક અડવાડિયામા કડકડતી ઠંડી પડી રહી છે. આ બાદ હવે પવનની ગતિ ધીમી પડી છે અને તપામાનમાં વધારો નોંધાતા લોકોએ રાહત અનુભવી છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે વિવિધ શહેરોમાં તપામાનમાં વધારો આવનારા પાંચ દિવસ  દિવસો દરમિયાન રહેશે. હાલ રાજ્યમા વહેલી સવારે કડકડતી ઠંડી અને ત્યારબાદ તડકો થતા હુંફાળુ વાતાવરણ રહે છે.

ફરી અનુભવાશે કડકડતી ઠંડી

ઠંડીની સાથે સાથે વાઇરલ ઇન્ફેક્શન સહિતના રોગોમા પણ વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ બાળકો અને વૃદ્ધોને ઠંડીની સૌથી વધુ અસર થઇ રહી છે. અમદાવાદમાં 16.7, ભુજ 14.4, વડોદરા 14.6, ભાવનગર 16.4, અમરેલી 16.7. ગાંધીનગર 15.2, દાહોદ 11.3, નલિયા 12.5, ડીસા 14.8, જૂનાગઢ 20.2, રાજકોટ 17.2, પંચમહાલ 13.1, વલસાડ 14.9, નર્મદામાં 12 ડિગ્રી તાપમાન રહ્યુ હતું.

અમદાવાદના તપામાનમાં વધારો

આ સાથે વાત કરીએ અમદાવાદની તો અહી તપામાનમાં વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યુ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી ચાર પાંચ દિવસ ઠંડીમાં રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આવનારા 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં એકસરખુ જ રહેશે અને આ બાદ બે દિવસમાં લધુત્તમ તાપમાન 2-3 ડિગ્રી ઘટશે.


Share this Article
Leave a comment