ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી: ઠંડીનું જોર વધતા કૃષિ પાકોને થશે ફાયદો, તો માવઠાથી રહેજો સાવધાન!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ આવશે. ગુજરાતમાં 12થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ડિસેમ્બર માસ માવઠાનો રહેશે. આ માસમાં અનેક પશ્ચિમિ વિક્ષેપોના કારણે અવારનવાર માવઠા થઇ શકે છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે. અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

તો વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે.

ચક્રવાત મિચૌંગને લઈને અપડેટ: તો આજે, ચક્રવાત મિચૌંગના પ્રભાવ હેઠળ તેલંગાણામાં, ચક્રવાત મિચાઉંગના પ્રભાવ હેઠળ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ભારે વરસાદના અહેવાલ છે. ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના અસવારોપેટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 299.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તે જ સમયે જિલ્લામાં અન્ય કેટલાક સ્થળોએ 200 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો.

તેલંગાણામાં, ચક્રવાત મિચાઉંગના પ્રભાવ હેઠળ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ભારે વરસાદના અહેવાલ છે. ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના અસવારોપેટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 299.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તે જ સમયે જિલ્લામાં અન્ય કેટલાક સ્થળોએ 200 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો.

હાર્દિક પંડ્યાની ઘરવાપસી, ફરી કરશે ગુજરાત ટાઇટન્સમાં એન્ટ્રી, નીતા અંબાનીએ મુંબઈ ઈન્ડિયન્સમાં શું ના પાડી ? જાણો સમગ્ર વિગત

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવમાં સચિન-વિરાટ સહિત અનેક ક્રિકેટરો આમંત્રણ, જાન્યુઆરીમાં જશે અયોધ્યા

DMK સાંસદ સેંથિલ કુમારે ‘ગૌમૂત્ર’ ટિપ્પણી પર માગી માફી, કહ્યું ‘જે પણ થયું તે અજાણતા થયું… મને પસ્તાવો છે’

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 5,060 કરોડ રૂપિયાની તાત્કાલિક રાહતની અપીલ કરી છે. ડીએમકે સાંસદ ટીઆર બાલુના માધ્યમથી લખેલા પત્રમાં તેમણે કહ્યું કે ચક્રવાત મિચુઆંગના કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે અંદાજ કાઢવામાં આવી રહ્યો છે.


Share this Article