આ કારણે ઈટાલિયાને હાંકી કાઢી ઈસુદાનને બેસાડ્યા, 10 વાતોમા સમજો કઈ રીતે ગઢવી-કેજરીવાલે મળીને ગોપાલનો ખેલ પાડી દીધો!

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

આજે જ એક સમાચાર સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશાધ્યક્ષ તરીકે ગોપાલ ઈટાલિયાને હટાવી દીધા છે અને તેમને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવાયા છે. તો વળી પાર્ટીએ કરેલા સંગઠનમાં ફેરફાર અનુસાર, ગોપાલ ઈટાલિયાને બદલે હવે ઈશુદાન ગઢવીને ગુજરાત પ્રદેશાધ્યક્ષ બનાવ્યાં છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીથી એક પ્રેસ રિલિઝ કરીને આ વાતની જાણકારી આપી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ આમ આદમી પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર હવે રાજકારણમાં મોટી ચર્ચાનો વિષય બન્યો છે. તો આવે જાણીએ કે અંદરની એવી કઈ વાત છે કે જેના કારણે ગોપાલ ઈટાલિયાને તગેડી ઈશુદાનને આ જવાબદારી આપવામાં આવી છે.

ઈસુદાન ગઢવીને સંગઠનમાં કાર્યકરો ગોપાલ કરતાં તેમને વધારે પસંદ કરે છે
-ઈસુદાન ગઢવીને પત્રકાર હોવાનો લાભ મળ્યો
-ગોપાલ ઈટાલિયાથી આમ આદમી પાર્ટીના જ નેતાઓમાં હતો ભારે રોષ
-કેજરીવાલને પોતાનો સિક્કો પણ ઉંચો રાખવાની ઘેલછા છે
-પક્ષને આર્થિક ભંડોળની પણ જરૂર છે, જે ઈટાલિયા બહારથી લાવી શકે તેમ નથી
-ગોપાલ ઈટાલિયામાં સંગઠનને મજબૂત કરવાની શક્તિ જ નથી
-ગોપાલ ઈટાલિયાના કારણે સારા સારા લોકો પક્ષમાં નથી જોડાતા
-અરવિંદ કેજરીવાલ પણ ગોપાલ ઈટાલિયાથી નારાજ હતા
-ઈટાલિયાના સોશિયાલ મીડિયા પર વાયરલ નિવેદન અને વીડિયોએ કાંડ કરી નાખ્યો
-ગોપાલ ઈટાલિયાના કારણે પાર્ટીની ઈમેજ કલંકિત થઈ

ગુજરાતની ચૂંટણીમાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના ધૂરંધરોને હારનો સામનો કરવો પડ્યો છે. તો, જે સૌથી વધુ મજબૂત જણાતા હતા તે અલ્પેશ કથીરિયા પણ સુરતની વરાછા બેઠક પરથી હારી ગયા.

ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ પ્રયાસો લગાવી દીધા હતા. પાર્ટીને ગુજરાતમાં માત્ર પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. AAPના મોટા નેતાઓએ ગુજરાતમાં રેલીઓ યોજી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન જેવા નેતાઓ સામેલ હતા.

ચૂંટણીમાં ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાનું પ્રદર્શન કેવું રહ્યું

ખંભાલીયા બેઠક પર ભાજપના ઉમેદવાર ઇસુદાન ગઢવીને 18 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. AAP પ્રમુખ ગોપાલ ઈટાલયાને કતારગામ મતવિસ્તારમાંથી AAPના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેઓને ભાજપના વિનોદભાઈ મોરડિયાએ હરાવ્યા હતા. મોરાડિયાને 1 લાખ 20 હજાર 42 વોટ મળ્યા જ્યારે ઈટાલિયાને 55 હજાર 639 વોટ મળ્યા.


Share this Article
Leave a comment