જ્યારે ગુજરાતના એક બિઝનેસમેનની પત્નીને તેના પતિના વર્તન પર શંકા ગઈ, ત્યારે તેણે તેના પતિ પર નજર રાખવા માટે એસયુવીમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું. આ પછી જે સત્ય બહાર આવ્યું, તેનાથી તેણે બિઝનેસમેનનો પર્દાફાશ કર્યો. બિઝનેસમેને તેની પત્નીના આધાર કાર્ડનો ઉપયોગ કરીને તેની ગર્લફ્રેન્ડ સાથે પુણેની એક હોટલમાં રૂમ મેળવ્યો હતો. આ અંગે પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાદ બીઝનેસમેનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિ ગુજરાતનો વેપારી છે અને તેની પત્ની કંપનીમાં ડિરેક્ટર છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે હિંજેવાડી પોલીસ સ્ટેશનમાં 41 વર્ષીય વેપારી અને તેની ગર્લફ્રેન્ડ વિરુદ્ધ તેની પત્નીના આધાર કાર્ડનો ઉપયોગ કરીને પૂણેની એક હોટલમાં રૂમ મેળવવા માટે કથિત રીતે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે ફરિયાદીને તેના પતિ પર છેતરપિંડીનો આશંકા લાગ્યો ત્યારે તેણે તેના પતિની એસયુવીમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું.
ગયા વર્ષે નવેમ્બરમાં, જ્યારે તેના પતિએ તેણીને કહ્યું કે તે બેંગલુરુમાં તેની બિઝનેસ ટ્રીપ માટે ગયો છે, ત્યારે તેની પત્નીએ લોકેશન ચેક કર્યું અને જાણવા મળ્યું કે તે સમયે કાર પુણેમાં હતી. જ્યારે મહિલાએ હોટલનો સંપર્ક કર્યો તો સ્ટાફે તેને કહ્યું કે બિઝનેસમેને તેની પત્ની સાથે રૂમ લીધો છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ તેના પોતાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને અન્ય મહિલા સાથે હોટલમાં પ્રવેશ્યો હતો. આ પછી, આરોપી બિઝનેસમેન અને તેની ગર્લફ્રેન્ડ વિરુદ્ધ આઈપીસીની કલમ 419 (છેતરપિંડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વેપારીની પ્રેમિકા હજુ ફરાર છે.