અંબાજી(પ્રહલાદ પૂજારી): જગત જનનીમાં ભગવતીના મંદિરના દ્વાર ગુપ્ત નવરાત્રીના પ્રારંભ સાથે દર્શન માટે મંગળવારથી ખોલવામાં આવ્યા છે. કોરોનાને લઈને છેલ્લા કેટલાક દિવસથી મંદિરના દ્વાર બંધ હતા. શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ઉપર 358 નાના-મોટા સુવર્ણ કળશ લાગેલા છે. કોરોનાની ત્રીજી લહેરના પગલે અંબાજી મંદિરના દ્વાર ૧૫થી ૩૧ જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવ્યા હતા.
૧ ફેબ્રુઆરીના રોજ આજરોજ અંબાજી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ભક્તો દર્શન કરવા આવતા ગામ લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી. અંબાજી મંદિર ખાતે આજે વહેલી સવારથી ભક્તો પોતાના દર્શન સમય બૂક કરાવ્યા ના સમયે પ્રવેશ લઈ લીધો હતો. મંદિર ખાતે સિક્યુરીટી સ્ટાફ દ્વારા સેનેટાઈઝરને સોશિયલ ડિસટન્સને વિનંતી કરવામાં આવતી હતી. આજે નિયમ અને શરતો સાથે ભક્તોએ રજીસ્ટ્રેશન દ્વારા દર્શન કર્યા હતા.