રાજકોટમાં ST બસ ડ્રાઈવરને ડોન બનવાના અભરખા જાગ્યા, રિક્ષા ચાલકને રસ્તા વચ્ચે ધોકો કાઢી ફટકાર્યો, વાત ખાલી આટલી જ હતી કે….

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News :  છેલ્લા કેટલાક સમયથી બેદરકાર વાહન ચાલકોના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વધતા જતા અકસ્માતોને કારણે પોલીસ સતત નિયમોનો અમલ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, દરરોજ બેદરકારીપૂર્વક વાહન ચલાવતા લોકોના વીડિયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે.

 

રાજકોટના યાજ્ઞિક રોડ પર ST બસના ડ્રાઇવર બેફામ બન્યા | Sandesh

 

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર એસ.ટી ડ્રાઇવર બેફામ બન્યો છે. જેમાં સામાન્ય વાતમાં ઉગ્ર બની જવું અને માનસિક સંતુલન ગુમાવી બેસવું તે જાણે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેમ રોજ બરોજ નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. ST બસના ડ્રાઈવરે રિક્ષા ચાલક સાથે મારામારી કરી હતી.

 

 

બસને સાઈડ ન આપતા બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી

રાજકોટના યાજ્ઞિક રોડ પર બસને સાઈડ ન આપતા ડ્રાઈવર બેફામ બન્યો હતો. રીક્ષા ચાલક સાથે બસ ડ્રાઈવરે મારામારી કરી હતી. બસ ડ્રાઈવર ને સાઈડ ન આપતા માથાકૂટ થઇ હતી. રીક્ષા ચાલકને બસ ડ્રાઈવરને લાકડી વડે માર માર્યો હતો. બસ ડ્રાઈવરે દાદાગીરી કરીને રોડ પર ટ્રાફિક જામ કરી મુક્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

રુદ્રાક્ષ ધારણ કરવાથી માણસને થાય છે વિશ્નાસ ન હોય એવા અદ્ભુત ફાયદા, જાણો ધારણ કરવાની રીત

અંબાલાલ પટેલે કરી એકસાથે 3 વાવાઝોડાની આગાહી, ગુજરાતીઓના સારા સારા પ્રસંગની મજા સોંસરવી નીકળી જશે!

Breaking: પાકિસ્તાનમાં 48 કલાકમાં મોટો ભૂકંપ આવશે! તુર્કી જેવો વિનાશ થશે? સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ

 

જે વીડિયોમાં જોઈ શકાય છે, બેફામ બનેલો બસ ડ્રાઈવર ધીરે ધીરે બસ ચલાવી રહ્યો છે, અને રિક્ષા ડ્રાઈવર પર લાકડીઓનો મારો પણ ચલાવી રહ્યો છે. જો કે, થોડા અંતર બાદ તે બસની બ્રેક મારીને રિક્ષા ડ્રાઈવર પર બે-ચાર લાકડીનો ઘા કરે છે.  જો કે, આ વાયરલ વીડિયો બાદ લોકોમાં આ બસ ડ્રાઈવર પ્રત્યે રોષ પણ જોવા મળી રહ્યો છે.

 

 

 


Share this Article