સુરતની વિધવાને ગઠિયાએ કહ્યું- તમે વિધવા છો અને હું એકલો છું, ચાલ આપણે બેય… લંડનના યુવકે વિધવાનું 12 લાખનું કરી નાખ્યું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

નાના વરાછામાં રહેતી 56 વર્ષીય વિધવાએ સોશિયલ મીડિયા થકી લંડન રહેતા યુવકની સાથે લગ્ન કરવાના ચક્કરમાં 12.15 લાખની રોકડ અને દાગીના ગુમાવ્યા છે. ગઠિયાએ લંડન રહેતો હોવાની અને નામ આશીષ હોવાનું કહી વિધવા સાથે છેતરપિંડી કરી હતી. તેણે વિધવાને કહ્યું કે તમે વિધવા છો અને હું એકલો છું, તો આપણે જીવનસાથી બની જઈએ. બોલો શું વિચાર છે? મારી રેમન્ડ કંપનીની શોપ છે તેમજ રાજકોટમાં જમીન-ફાર્મ છે. હું તમને લંડન લઈ જઈશ.તેવું કહી છેતરપિંડી કરનારને ઝડપી લેવામાં આવ્યો હતો.ગઠિયાએ વિધવાનો પાસપોર્ટ અને વિઝાની પ્રોસેસ ચાલુ કરાવી હોવાનું કહી ‘રાજકોટમાં મારી જમીનનું કામ કરતા મહેશ ગોસ્વામીને આંગડિયામાં રૂપિયા મોકલી આપ, તે મને મોકલી દેશે’ એવું કહેતાં વિધવાએ બે પાર્ટમાં 5.15 લાખ મોકલી આપ્યા હતા. રકમ મળી જતાં ગઠિયાએ કહ્યું કે વિમાનમાં સોનાના દાગીના લાવી શકાશે નહિ. આથી તમે દાગીના પણ મહેશને આપી દો.

ગઠિયાએ તેના સાગરીતને કામરેજ ચાર રસ્તા પાસે દાગીના લેવા મોકલ્યો હતો. જ્યાં ગઠિયાના સાગરીતે પહેલા તો વિધવાનો તેનો ફોટો બતાવ્યો હતો. આથી વિધવાએ વિશ્વાસ કરી તેને 13 તોલાના સોનાના દાગીના રૂ. 7 લાખની કિંમતના આપી દીધા હતા.અઠવાડિયા પછી ઠગ આશિષે વિધવાને દાગીના મળી ગયા હોવાનો ફોટો પણ બતાવ્યો હતો. ત્યાર પછી વિધવા સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું. આખરે લંડન ન લઈ જતાં વિધવાએ દાગીના અને રોકડની માગણી કરી તો ગઠિયો વાયદા કરવા માંડ્યો હતો. આખરે વિધવાએ પરિવારને આ બાબતે જાણ કરી હતી. છેવટે વિધવાએ સાઇબર ક્રાઇમમાં આ અંગે અરજી આપી હતી. જેના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો છે.

વિધવા સાથે ગઠિયો એક વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યો હતો.રૂપિયા અને દાગીના મેળવી લીધા બાદ ઇન્સ્ટાગ્રામ પર આશિષ પટેલના નામથી વાતચીત કરનાર વ્યક્તિએ મહિલા સાથે વાતચીત કરવાનું ઓછું કરી દીધું હતું. અને મહિલાએ રૂપિયા અને દાગીના પરત માંગતા તે ખોટા વાયદાઓ કરતો હતો જેથી આખરે મહિલાને પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનો અહેસાસ થતા મહિલાએ 5.15 લાખ રોકડા અને 7 લાખના દાગીના મળી કુલ 12.15 લાખની ઠગાઈની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવી હતી.

ટોયલેટ સીટ કરતાં 40,000 ગણા વધુ બેક્ટેરિયા.. બોટલમાં પાણી પીનારા વિસ્તૃતથી વાંચો આ સમાચાર, મોત સુધીનો ખતરો

મુકેશ અંબાણીના રસોઈયાને મળે છે આટલો પગાર, એન્ટિલિયાના દરેક કર્મચારીઓનો પગાર જાણીને હક્કા-બક્કા રહી જશો

ગીતા, કિંજલ, અલ્પા, મોનલ, દિપાલી… RJ- અભિનેત્રીઓ અને ગાયિકાઓ એકસાથે જોવા મળી, આ ખાસ કાર્યક્રમમાં જોડાઈ

આ સમગ્ર બનાવ અંગે સુરત સાયબર ક્રાઈમના એસીપી યુવરાજ ગોહિલે જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદના આધારે તપાસ શરુ કરવામાં આવી હતી અને આ ગુનામાં મોરબી જિલ્લાના આમરણ ગામ ખાતે રહેતા આરોપી મહેશભાઈ લાભુપરી ગોસાઈની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 7 લાખના કિંમતના દાગીના પણ રીકવર કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી કરીયાણાના વેપાર સાથે સંકળાયેલો છે. આરોપીએ ફેક ઇન્સટાગ્રામ આઈ.ડી. બનાવી ઠગાઈ આચરી હતી. તેમજ આરોપીએ આવી રીતે અન્ય કોઈ સાથે ઠગાઈ કરી છે કે કેમ તે મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share this Article
TAGGED: ,