હે ભગવાન હવે આ મુસીબતમાંથી ઉગારો અમને ઉગારો…. રમતા-ખાતા-પીતા બાદ હવે સુરતમાં ચાલતા-ચાલતા યુવકનું મોત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ છેલ્લા ઘણાં સમયથી વધી રહી છે.ત્યારે 24 કલાકમાં હાર્ટ એટેકથી મોરબી, સુરત બાદ હવે રાજકોટમાં મોત થયાની ત્રણ ઘટના સામે આવી છે.ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ છેલ્લા ઘણાં સમયથી વધી રહી છે.ત્યારે 24 કલાકમાં હાર્ટ એટેકથી મોરબી, સુરત બાદ હવે રાજકોટમાં મોત થયાની ત્રણ ઘટના સામે આવી છે.

સુરતનાં ઉધનાં વિસ્તારમાં એક યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્યારે આજુબાજુ રહેલ લોકોને થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને તાત્કાલી આજુબાજુનાં લોકો દ્વારા સારવાર અર્થે ખસેડાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં રહેતા 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક હાર્ટ એટેક આવતા બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવામાંઆવ્યો હતો ત્યાં ડોક્ટરોએ તેને તેને મૃત જાહેર કર્યો હતો. તબીબોએ જણવ્યું કે યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.

એપલ-ગૂગલનો પણ બાપ છે આ કંપની, સરેરાશ પગાર 1.4 કરોડ, પટાવાળા પણ લાખોમાં ટેક્સ ભરે છે!

દેશની સૌથી મોટી ડેરીની કહાની, 250 લિટર દૂધથી શરૂ થયેલી સફર 2.63 કરોડ લિટર સુધી પહોંચી, દરરોજ 150 કરોડની કમાણી

ગુજરાતમાં ધોમ-ધખતા તાપથી મળશે છૂટકારો, 2 દિવસ માવઠું ખાબકશે, પછી પારો આગ ઝરતી ગરમી ફૂંકશે

અમદાવાદના જાણીતા ડોકટર ડો.યોગેશ ગુપ્તાએ આ બાબતે જણાવ્યું હતું કે, કાર્ડિયર્ક એટેક આવી રહ્યા છે,જેમાં હૃદય ધબકતું બંધ થઈ જાય છે.કોવિડ બાદ અન્ય બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. હાર્ટ એટેકના કેસો બની રહ્યા છે તેનું કારણ લાઈફસ્ટાઈફ પણ સતત બદલાવ છે. વિદ્યાર્થીના સિલેબસમાં પણ જાગૃતિ અંગેનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. કેમકે વિકસિત દેશોમાં અભ્યાસક્રમમાં સમાવેશ કરીને જાગૃતિ આપવા આવી રહી છે.


Share this Article