સુરતમાં લોહીલુહાણ: યુવાન ચા પીવા ઘરેથી નીકળ્યો અને પરત આવ્યો જ નહીં, ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

 

Gujarat News : સુરતમાં (Surat) ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યો છે. હત્યા અને મારા મારીની ઘટનાઓ  સામે આવી રહી છે. આજે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા (Pandesara) પ્રિયંકા ચોકડી પર યુવકની હત્યા કરવામાં આવી છે. સનાતન રાજ અભિમન્યુ સ્વાઈ (Raj Abhimanyu Swai) નામના 23 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે.

 

 

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. વધુમાં તેમના સાથી મિત્રને પણ ચપ્પુના ઘા મારતા તેમની ગંભીર હાલત થઇ છે.  મૃતક યુવાન અને તેનો મિત્ર રાત્રિના સમયગાળા દરમિયાન ચા પીવા ગયા હતા. જ્યાં ઝઘડો થતા પરત ફરતી વેળાએ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન યુવાને દમ તોડી દેતા પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ છે.

મૃતક ચાની દુકાન ચલાવતો હતો

મળતી માહિતી પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં 23 વર્ષીય સનાતન ઉર્ફે રાજ અભિમન્યુ સ્વાઈ પરિવાર સાથે રહેતો હતો, અને ચાની દુકાન ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રાજ સહિત ચાર ભાઈઓ છે. જેઓ છેલ્લા 17 વર્ષથી સુરતમાં રહે છે, અને મૂળ ઓડિશાના રહેવાસી છે.

 

ઝઘડો જોઈ પરત ફરતા યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા ચોકડી પર 23 વર્ષીય સનાતન ઉર્ફે રાજ અભિમન્યુ નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાત્રીના સમયગાળા દરમિયાન ચાની દુકાન ચલાવતો યુવક મિત્રો સાથે ચા પીવા ગયો હતો. જ્યા ચાની લારી નજીક ઝઘડો થતો હોવાથી આ દ્રશ્યો જોઈ પરત ફરી રહ્યા હતા. ત્યારે બે બાઇક ચાલકોએ પીછો કર્યો હતો અને યુવાનના બાઇકને ટક્કર મારી પછાડી દીધા હતા. બાદમાં અજાણ્યાં શખ્સો રાજ સહીત બે મિત્રોને ચપ્પુના ઘા માર્યા હતા. જેમાં રાજનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હુમલાખોરને જોઈ અન્ય એક મિત્ર ભાગી જતાં તેમનો બચાવ થયો છે.

શાકભાજી બાદ હવે ફળોએ લોકોનું ઢાંઢુ ભાંગી નાખ્યું, જાણો કેટલું વધી રહ્યું છે તમારા રસોડાનું બજેટ, પથારી ફરી ગઈ

ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી


Share this Article
TAGGED: ,