ચાઈનાના વાયરસથી દિલ્હી AIIMSમા હડકંપ, એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે 7 કેસ પોઝિટિવ, જાણો શું છે સરકારની એડવાઈઝરી?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ચીનમાં ફરી એકવાર લોકોના સ્વાસ્થ જોખમમાં મુકાયાં છે. અહીં ઈન્ફલ્યુએન્ઝા A વાયરસનો પેટા-પ્રકાર H9N2, જેને રહસ્યમય ન્યુમોનિયા કહેવાય છે, વિનાશ મચાવી રહ્યો છે. આ માત્ર ચીનમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રસરી રહ્યો છે. અમેરિકા સહિત મોટા-મોટા દેશોએ તો ચીન સાથેના તમામ વ્યવહાર બંધ કરવા માટે એડવાઈઝરી પણ બહાર પાડી દીધી છે.

જ્યાં, ચીન બાદ હવે ભારતમાં પણ તેના મામલા સામે આવ્યા છે. ચીનમાંથી માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના કેસ ભારતમાં પણ છે. ભારતમાં, AIIMS દિલ્હીમાં એપ્રિલ અને ઓક્ટોબર 2023 વચ્ચે 7 સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. શું ભારતના લોકો પણ ચીનના ‘ન્યુમોનિયા’ના કારણે જોખમમાં છે? તમામ બાબત ઉપર સરકાર ઘ્યામ રાખી રહી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, શું કોરોનની જેમ આ વાયરસ પણ દુનિયાભરમાં ફેલાશે?

દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે માયકોપ્લાઝમા ન્યુમોનિયાની ઓળખ કરી છે. લેન્સેટ માઇક્રોબ જર્નલના એક અહેવાલ અનુસાર, AIIMS દિલ્હીએ એપ્રિલ અને સપ્ટેમ્બર 2023 વચ્ચે એકત્રિત કરાયેલા સાત નમૂનાઓમાં આ બેક્ટેરિયા શોધી કાઢ્યો છે જે ‘વૉકિંગ ન્યુમોનિયા’નું કારણ બને છે.

અમેરિકન લંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર, લક્ષણોમાં ઉધરસ, તાવ, છાતીમાં દુખાવો, સહેજ શરદી અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત ડેનમાર્ક અને નેધરલેન્ડમાં પણ આ ન્યુમોનિયાના કેસ નોંધાયા છે.

ભારતની તૈયારી

બધાથી હટકે, બધાથી ચડિયાતું… તન-મન અને ધન ત્રણેય માટે ફાયદાકારક એટલે એનર્જી ડ્રિન્ક લવ શોટ્સ!!

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવમાં સચિન-વિરાટ સહિત અનેક ક્રિકેટરો આમંત્રણ, જાન્યુઆરીમાં જશે અયોધ્યા

DMK સાંસદ સેંથિલ કુમારે ‘ગૌમૂત્ર’ ટિપ્પણી પર માગી માફી, કહ્યું ‘જે પણ થયું તે અજાણતા થયું… મને પસ્તાવો છે’

ભારત સરકાર ચીનમાં બાળકોમાં H9N2 કેસ અને શ્વસન સંબંધી રોગોના ફાટી નીકળવાની સ્થિતિ પર નજર રાખી રહી છે અને નિવારણ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ન્યુમોનિયાના સામાન્ય લક્ષણોમાં કફ સાથે અને વગરની ઉધરસ, તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. ચીનમાં ફેલાયેલા આ રહસ્યમય ન્યુમોનિયા વિશે વાત કરીએ તો તેના લક્ષણોમાં ખાંસી વગરનો તાવ અને ફેફસામાં સોજો આવે છે.


Share this Article