India News: સોમવારે તેલંગાણામાં એરફોર્સનું ટ્રેનિંગ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. આ અકસ્માત આજે સવારે 8.55 કલાકે થયો હતો. ભારતીય વાયુસેનાએ આ ઘટનાની માહિતી આપી છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે આજે સવારે નિયમિત તાલીમ દરમિયાન પીસી 7 એમકે II એરક્રાફ્ટમાં અકસ્માત થયો હતો જેમાં બે પાઇલોટ સવાર હતા. જેમાં બંનેને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. જોકે, કોઈ નાગરિકને નુકસાન થયું નથી.
IAFએ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો પણ આદેશ આપ્યો છે. આ દરમિયાન હજુ સુધી નાગરિકોના જાન-માલને નુકસાનના કોઈ સમાચાર નથી. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાયલટોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘હૈદરાબાદ પાસે આ દુર્ઘટનાથી દુઃખી છું. બે પાયલોટના જીવ ગયા તે ખૂબ જ દુઃખદ છે. આ દુઃખદ ક્ષણમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
વિમાન થોડી જ મિનિટોમાં બળીને રાખ થઈ ગયું. દરમિયાન, ભારતીય વાયુસેનાના વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે અંગે સ્થાનિક લોકો અનિશ્ચિત છે. ગયા મહિને ઑક્ટોબરમાં, મહારાષ્ટ્રના પુણેમાં એક ગામ નજીક એક તાલીમ વિમાન ક્રેશ થયું હતું, જેમાં બે લોકો સવાર હતા. અકસ્માત બાદ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
બારામતી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પ્રભાકર મોરેએ પીટીઆઈને જણાવ્યું કે, “રેડબર્ડ ઈન્સ્ટિટ્યૂટ (રેડબર્ડ ફ્લાઈટ ટ્રેનિંગ એકેડમી)નું એક ટ્રેનિંગ એરક્રાફ્ટ સાંજે 5 વાગ્યે બારામતી તાલુકાના કટફલ ગામ પાસે ક્રેશ થયું હતું. પાઈલટ અને અન્ય એક વ્યક્તિ, સંભવતઃ સહ-પાઈલટ, બોર્ડમાં હતા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અગાઉ જૂનમાં ભારતીય વાયુસેનાનું કિરણ ટ્રેનર વિમાન કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ભોગપુરા ગામમાં ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. જેટમાં સવાર બે પાઇલોટ્સ પેરાશૂટનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બહાર નીકળ્યા.