Politics News: સંસદ સચિવાલયે 13 ડિસેમ્બરે સંસદમાં ઘૂસણખોરીના સંબંધમાં 8 સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા સુરક્ષાકર્મીઓના નામ રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત અને નરેન્દ્ર છે.
આજે પીએમ મોદી સંસદ પહોંચ્યા અને કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને અનુરાગ ઠાકુર હાજર હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ સંસદની બહાર રેકી પણ કરી હતી. તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પેજ ‘ભગત સિંહ ફેન ક્લબ’ સાથે જોડાયેલા હતા.
લગભગ દોઢ વર્ષ પહેલા તમામ આરોપીઓ મૈસુરમાં મળ્યા હતા. આરોપી સાગર જુલાઈમાં લખનૌથી દિલ્હી આવ્યો હતો પરંતુ સંસદભવનમાં પ્રવેશી શક્યો ન હતો. 10 ડિસેમ્બરે એક પછી એક બધા પોતપોતાના રાજ્યોમાંથી દિલ્હી પહોંચ્યા.
અંબાલાલ પટેલની કરોડો ગુજરાતીઓ માટે ઘાતક આગાહી, આજથી 4 દિવસ કમોસમી વરસાદ આટલા જિલ્લાને ઘમરોળશે!!
અમને મારશો નહીં… અહીં માત્ર વિરોધ કરવા આવ્યા છીએ… સંસદમાં ઘુસનારાઓએ કરી સાંસદોની ન મારવાની અપીલ
ઘટનાના દિવસે, તમામ આરોપીઓ ઇન્ડિયા ગેટ પાસે એકઠા થયા હતા, જ્યાં દરેકને કલર સ્પ્રેનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ સંસદની સુરક્ષા ભંગનો મુખ્ય ષડયંત્રકાર કોઈ અન્ય છે.