ગીતામાં શ્રીકૃષ્ણે અર્જૂનને શિખવાડ્યો હતો જેહાદનો પાઠ… કોંગ્રેસ નેતાની બુદ્ધિ મામાના ઘરે ગઈ હોય એવું નિવેદન આપ્યું

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. એક પુસ્તકના વિમોચનમાં હાજરી આપવા ગયેલા શિવરાજ પાટીલે કહ્યું છે કે જેહાદ માત્ર કુરાનમાં નથી, ગીતામાં પણ જેહાદ છે, જીસસમાં પણ જેહાદ છે. તેમના આ એક નિવેદનથી રાજકારણમા ભારે ખળભળાટ મચી ગયો છે.

શિવરાજ પાટીલે કહ્યું છે કે જેહાદ માત્ર કુરાનમાં જ નથી ગીતા અને જીસસમાં પણ છે. જ્યારે બધા પ્રયત્નો પછી પણ સ્વચ્છ વિચારોને કોઈ સમજતું નથી, ત્યારે શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. ગીતાના અંશમાં જેહાદ છે જે મહાભારતની અંદર છે. મહાભારતમાં શ્રી કૃષ્ણજીએ પણ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો હતો.

 નિવેદનમાં શિવરાજ એ પણ કહી રહ્યા છે કે ખ્રિસ્તીઓએ એમ પણ લખ્યું છે કે તેઓ માત્ર શાંતિ સ્થાપવા માટે જ નથી આવ્યા, પરંતુ તેમની સાથે તલવારો પણ લાવ્યા છે. એટલે કે જો બધું સમજ્યા છતાં કોઈ હથિયાર લઈને આવી રહ્યું હોય તો તમે ભાગી ન શકો. શિવરાજ પાટીલ મોહસિના કિડવાઈના પુસ્તકનું વિમોચન કરવા માટે દિલ્હી આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે મોહસિનાના પુસ્તકમાં પણ આ તમામ બાબતોનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 હવે ભાજપે શિવરાજ પાટીલના આ નિવેદનને ચૂંટણીની મોસમમાં મોટો મુદ્દો બનાવ્યો છે. બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેઓ લખે છે કે આ કોંગ્રેસે હિન્દુ આતંકવાદની થિયરીને જન્મ આપ્યો હતો, રામ મંદિરનો વિરોધ કર્યો હતો, તેના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. હિંદુઓ પ્રત્યે કોંગ્રેસની આ નફરત કોઈ સંયોગ નથી, પરંતુ વોટબેંકનો પ્રયોગ છે.

 ગુજરાતની ચૂંટણી પહેલા ઇરાદાપૂર્વકના ધ્રુવીકરણ માટે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. શિવરાજ પાટીલના રાજકીય જીવનની વાત કરીએ તો તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. 26/11ના હુમલા વખતે તેઓ દેશના ગૃહમંત્રી હતા. તેઓ મહારાષ્ટ્રના લાતુરથી સાંસદ પણ રહી ચૂક્યા છે. પરંતુ 2014 પછી આ બેઠક પર ભાજપનો કબજો છે.


Share this Article