દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ પર અમિત શાહનું પહેલું નિવેદન, જૂઓ આફતાબની સજા વિશે શુ કહ્યું…

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ પર નિવેદન આપ્યું છે. તેમણે ગુરુવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ અને ફરિયાદી પક્ષ આરોપીઓને શક્ય તેટલા ઓછા સમયમાં આકરી સજા સુનિશ્ચિત કરશે. સમગ્ર મામલામાં મારી નજર છે. હું દેશની જનતાને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જેણે પણ આ કર્યું છે, દિલ્હી પોલીસ અને ફરિયાદ પક્ષ ઓછામાં ઓછા સમયમાં કાયદા અને કોર્ટ દ્વારા કડક સજા સુનિશ્ચિત કરશે.

 અમિત શાહે કહ્યું કે દિલ્હી અને મુંબઈ પોલીસ વચ્ચે તાલમેલનો અભાવ નથી. પરંતુ જે પત્ર સામે આવ્યો છે તેમાં દિલ્હી પોલીસની કોઈ ભૂમિકા નથી. શ્રદ્ધાએ મહારાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનને પત્ર મોકલીને તેના શરીરના ટુકડા કરી મારી નાખવાની ધમકી અંગે જણાવ્યુ હતુ….ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી…ત્યાં તપાસ થશે. તે સમયે અમારી સરકાર નહોતી… જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈ ભાજપના વડા આશિષ શેલારે બુધવારે મહારાષ્ટ્ર પોલીસની નવેમ્બર 2020 માં કોલ સેન્ટરની કર્મચારી શ્રદ્ધા વાલકરે લખેલા પત્ર પર કાર્યવાહી કરવામાં કથિત નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા હતા. વાલકરે પત્રમાં લખ્યું હતું કે તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. આફતાબ પૂનાવાલાએ કથિત રીતે તેના લિવ-ઈન પાર્ટનર વાલ્કર (27)ની હત્યા કરી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા.

એવો આરોપ છે કે પૂનાવાલાએ દક્ષિણ દિલ્હીના મેહરૌલી ખાતેના તેમના ઘરે લગભગ ત્રણ અઠવાડિયા સુધી 300 લિટરના ફ્રીજમાં આ ટુકડાઓ રાખ્યા હતા. તે ઘણા દિવસો સુધી મધ્યરાત્રિએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફેંકવા માટે જતો રહ્યો હતો. દિલ્હી પોલીસે 19 નવેમ્બરે તેની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે દિલ્હી પોલીસને ગુરુવારે મોટી સફળતા મળી છે. પોલીસે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવા માટે વપરાતું હથિયાર કબજે કર્યું છે.

આરોપી આફતાબ પૂનાવાલાએ પોલીસને જણાવ્યું કે, શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા માટે કરવતની સાથે એક મોટી છરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસને 5 મોટી છરીઓ મળી છે જે ઘરમાં રસોડાના ચાકુથી અલગ છે, જે ખૂબ જ તીક્ષ્ણ છે, જેની લંબાઈ લગભગ 5-6 ઈંચ છે. આ પાંચ છરીઓ મળી આવી છે. પાંચેયને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી દિલ્હી પોલીસ વધુ એક મોટું હથિયાર Aari રિકવર કરી શકી નથી.

 

 


Share this Article