તુર્કી ભૂકંપને લઈ ભારત માટે આવ્યા સૌથી ખરાબ સમાચાર, વાંચીને તમારી આંખોનો ખુણો પણ પલળી જશે!

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ભૂકંપ બાદથી તુર્કી અને સીરિયામાંથી તબાહીની જ તસવીરો સામે આવી રહી છે. બંને દેશોમાં મળીને 26 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં એક ભારતીયનો પણ જીવ ગયો છે. તુર્કીમાં ભારતીય દૂતાવાસે માહિતી આપી છે કે 6 ફેબ્રુઆરીના ભૂકંપ બાદ ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ આજે મળી આવ્યો છે. તેનો મૃતદેહ તુર્કીના માલત્યામાં એક હોટલના કાટમાળમાંથી મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ તે બિઝનેસ ટ્રિપ પર તુર્કી ગયો હતો.

તુર્કીના ભૂકંપમા એક ભારતીયનો પણ જીવ ગયો

દૂતાવાસે વિજય કુમારના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે માહિતી આપી હતી કે અમે તેમના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને લઈ જવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. બંને દેશોમાં એકસાથે મૃત્યુઆંક 26 હજારને વટાવી ગયો છે. તુર્કીમાં પણ એક ભારતીયનું મોત થયું છે. બંને દેશોમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

અત્યાર સુધીમાં 26 હજાર લોકોએ જીવ ગુમાવ્યા

બચાવ કાર્યમાં લાગેલા બચાવકર્મીઓએ મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. બચાવકર્મીઓનો દાવો છે કે સેંકડો પરિવારો હજુ પણ ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે. તુર્કીના 10 પ્રાંતોને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં 10,000 ઈમારતો ધરાશાયી થઈ છે. જ્યારે એક લાખ ઈમારતોને નુકસાન થયું છે.

મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની સંભાવના

નોંધપાત્ર વાત એ છે કે તુર્કીમાં એક પછી એક અનેક આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો 6 ફેબ્રુઆરીએ સવારે 4.17 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. લોકો તેમાંથી બહાર નીકળી શકે તે પહેલાં, તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટક્યો ન હતો. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો.

અદાણી જોતા રહ્યાં અને મુકેશ અંબાણીએ ઘા મારી લીધો, ટોપ-10માં એન્ટ્રી મારી, સીધા આટલા નંબરનો ભૂસકો માર્યો

VIDEO: તુર્કીમાં ભૂકંપના 94 કલાક બાદ એક યુવકને કાટમાળમાંથી બહાર કાઢ્યો, પેશાબ પીને જીવતો થયો

Big Breking: તુર્કી બાદ સુરતમાં ભૂકંપનો મોટો આંચકો, તીવ્રતા પણ વધારે, મોટાપાયે પાયમાલી સર્જાઈ, 11 દિવસમાં 8 વખત ધરા ધ્રુજી

આ આંચકાઓએ માલત્યા, સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો. સાંજે 4 વાગે ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ આંચકાથી સૌથી વધુ તબાહી થઈ છે. બરાબર દોઢ કલાક બાદ સાંજે 5.30 કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો.


Share this Article