Asian Games Hangzhou: એશિયન ગેમ્સ હાંગઝોઉ, (Asian Games Hangzhou) ચીનમાં ભારતનો શાનદાર દેખાવ જોવા મળી રહ્યો છે. હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારત અત્યાર સુધીમાં 16 ગોલ્ડ, 26 સિલ્વર અને 29 બ્રોન્ઝ એમ કુલ મળીને 71 મેડલ્સ જીતી ચૂક્યું છે.
✨ 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗔𝗧 𝗧𝗛𝗘 𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦! ✨
With this gold in archery, 🇮🇳's medal tally at #AsianGames2022 now stands tall at an incredible 71 medals! 🇮🇳🏅
Our athletes' dedication and hard work have made this moment possible🔥
Let's keep the cheers… pic.twitter.com/mgrB9ackxV
— SAI Media (@Media_SAI) October 4, 2023
એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ
એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાના મામલે ભારતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સ 2018માં ભારતે 70 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતે પોતાનો જ રેકોર્ડ તોડીને 71 મેડલ જીત્યા છે. વર્ષ 2018માં જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ મળીને 71 મેડલ્સ જીત્યા હતા. જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતે 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ એમ કુલ મળીને 70 મેડલ્સ જીત્યા હતા.
કબડ્ડીમાં ભારતીય પુરુષોનો દબદબો જારી
સાત વખતની ચેમ્પિયન ભારતે બુધવારે અહીં એશિયન ગેમ્સની પુરુષ કબડ્ડી સ્પર્ધાના ગ્રૂપ એમાં થાઇલેન્ડ સામે 63-26થી આરામદાયક જીત નોંધાવી હતી. ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને ઇન્ટરવલ પર 37-9ની લીડ મેળવી લીધી હતી. ભારતે મેચ શરુ થયાની થોડી જ મિનિટોમાં પહેલી વખત થાઈલેન્ડની ટીમને ‘ઓલઆઉટ’ કરી દીધી હતી. ભારતે ટૂંક સમયમાં જ થાઈલેન્ડની ટીમને બીજી વખત ‘ઓલઆઉટ’ બનાવી હતી.
VIDEO: 7 કરોડ ગુજરાતીઓમાંથી એક જ એવો છે જે હેલમેટ ન પહેરે છતાં પોલીસ મેમો નથી ફાડી શકતી, જાણો કારણ
થાઈલેન્ડને 63-26થી હરાવ્યું
થાઈલેન્ડનો પ્રપટ સાઈસિંગ છેલ્લો ખેલાડી બચ્યો હતો અને જ્યારે તે રેઈડ માટે ગયો ત્યારે ભારતીય ટીમે ત્રીજી વખત ‘ઓલ આઉટ’ સ્કોર કર્યોનથી. ભારતે બીજા હાફમાં થાઈલેન્ડને ચોથી વખત ઓલઆઉટની સરસાઈ અપાવતા 53-17થી સરસાઈ મેળવી લીધી હતી. થાઇલેન્ડે બીજા હાફમાં વાપસીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતે હાફ 26-17થી જીતીને મેચ જીતી લીધી હતી. ભારતીય પુરુષ ટીમે મંગળવારે પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 55-18થી પરાજય આપ્યો હતો.