Politics News: એમડીએમકેના સાંસદ એ ગણેશમૂર્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. 24 માર્ચે તેમના ઈરોડના નિવાસસ્થાને કથિત આત્મહત્યાના પ્રયાસ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે ગણેશમૂર્તિ ખૂબ જ તણાવમાં હતા.
જાણો કોણ છે સાંસદ એ ગણેશમૂર્તિ
અવિનાશ ગણેશમૂર્તિનો જન્મ 10 જૂન 1947ના રોજ થયો હતો. જે તમિલનાડુના દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના નેતા હતા. તેઓ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. જેમાં તેઓ 2019 અને 2009માં બે વખત ઈરોડ લોકસભા સીટ પરથી સાંસદ હતા. તેઓ એકવાર 1998માં પલાનીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
ઈરોડ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ એ. ગણેશમૂર્તિએ 24 માર્ચે ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલત વધુ ખરાબ થતાં પરિવારજનોને ખબર પડી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ આજે સવારે 5 વાગે તેમનું મોત નિપજ્યું હતું. સાંસદ ગણેશમૂર્તિ 77 વર્ષના હતા.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
ગણેશમૂર્તિના અવસાનથી MDMKને લોકસભા ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે. તેમના પરિવારના સભ્યોનું કહેવું છે કે જ્યારથી તેમની ટિકિટ કપાઈ છે ત્યારથી તેઓ ચિંતિત થવા લાગ્યા છે. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે 74 વર્ષીય ગણેશમૂર્તિએ કથિત રીતે જંતુનાશકનું સેવન કર્યું હતું અને હવે તેઓ ICUમાં છે.