કાશીના કોરિડોરને ટક્કર મારે એવું બનશે બાંકેબિહારી મંદિર

Lok Patrika Desk
By Lok Patrika Desk
3 Min Read
Share this Article

મહાકાલ બાદ હવે બાંકે બિહારીનો કોરિડોર તૈયાર થશે. આ મામલે સંબંધીત કેટલીક કાયદાકીય ગુંચને અલ્હાબાદ હાઈકોર્ટે ઉકેલી નાંખી છે. અલ્હાબાદ હાઈકોર્ટે એવું સ્પષ્ટપણે કહ્યું હતું કે, સામાન્ય પ્રજાની સુરક્ષા અને સુવિધાઓનું ધ્યાન રાખવું એ સરકારનું પ્રાથમિક કામ છે. જોકે, હાઈકોર્ટના આ નિર્ણયથી ભાવિકો ખુશખુશાલ છે. મહાકાલ કોરિડોરને સફળતા મળ્યા બાદ હવે વધુ એક મંદિરની ભવ્યતામાં વધારો થવા જઈ રહ્યો છે.

જોકે, મામલાને લઈને હાઈકોર્ટે ગ્રીન સિગ્નલ આપી દેતા સરકારે અગાથી જ આ અંગેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી રાખી હતી. જેમાં ક્યાં શુ તૈયાર થશે એની સ્પષ્ટતા છે. સમગ્ર કોરિડોરમાં બે માળ હશે. ત્રણ જુદા જુદા રસ્તાઓ થકી ત્યાં પહોંચી શકાશે. જે રસ્તે સરળતાથી મંદિરના દર્શન પણ થઈ શકશે. જોકે, કોર્ટે એવી ચોખવટ કરી છે કે, બેંકમાં રહેલા ફંડનો ઉપયોગ આ કોરિડોર બનાવવા માટે નહીં કરી શકાય. સરકારે પોતાની પ્રસ્તાવિત યોજના સાથે આગળ વધવાનું રહેશે. જોકે, આ અંગે હજુ કેટલાક નિર્ણયો વહીવટી તંત્ર તરફથી આવી શકે એમ છે. આ ઉપરાંત ભાવિકોને દર્શન કરવામાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ ન પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જોકે, સરકારે પોતાના ખર્ચે આ કોરિડોર બનાવવા તૈયારી દર્શાવી દીધી છે.

વારાણસીના કાશી કોરિડોરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું. મહાકાલ કોરિડોરને જોવા માટે પણ અનેક રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ કેસમાં તારીખ 8 નવેમ્બરના રોજ સુનાવણી ખતમ થયા બાદ કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. આ કેસની વધુ સુનાવણી 31 જાન્યુઆરીના રોજ થવાની છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે મંદિરની સુરક્ષા વધારવા માટેના આદેશ આપી દીધા છે.

વર્લ્ડ કપમાં હાર બાદ PM મોદીને ‘પનૌતી’ કહીને શરૂ થઈ રાજનીતિ, જવાબમાં ભાજપે શેર કર્યો પ્રિયંકાનો વીડિયો

હિટમેન રોહિત શર્મા પાસે સૌથી મોંઘી વસ્તુ કઈ છે? પૈસા ક્યાં રોક્યા, કેટલી સંપત્તિનો માલિક છે? જાણો બધી જ વિગતો

શું અમદાવાદના દર્શકોએ ટીમ ઈન્ડિયાને હરાવ્યું? વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં શું થયું, જેના કારણે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતી ગયું?

આ સમગ્ર કોરિડોર એવો હશે તે મંદિરના મૂળ સ્થાનકને કોઈ રીતે બદલવામાં નહીં આવે. જોકે, એક દલીલ અનુસાર પૂજારીઓએ આ સમગ્ર કોરિડોરને પૈસાનો વેડફાટ ગણાવ્યો હતો. મધુમંગલ દાસ તરફથી આ અંગે કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકર અને આશુતોષ શ્રીવાસ્તવની બેંચે આ આદેશ આપ્યો હતો. મંદિરના પૂજારીએ સમગ્ર કોરિડોરને બિન જરૂરી ગણાવી દીધો હતો. જોકે, કોર્ટે સરકારને કોરિડોર બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે.

 


Share this Article