ગુજરાત હાઈકોર્ટે ભરૂચની જામા મસ્જિદને નોટિસ પાઠવી; વિષ્ણુ શંકર જૈનનો દાવો – અંદર 19મા તીર્થંકરની મૂર્તિ છે
દેશના અન્ય ઘણા રાજ્યોમાં મંદિર-મસ્જિદ વિવાદો બાદ, હવે ગુજરાતમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ભરૂચની જામા મસ્જિદને નોટિસ પાઠવી છે. આ નોટિસ એવા દાવાઓના પગલે આપવામાં આવી છે કે, આ સ્થળ વાસ્તવમાં એક જૈન મંદિર છે. સુપ્રીમ કોર્ટના વકીલ...

