૫ વર્ષ સુધીના બાળકોને પણ મળશે કોવિડ વેક્સિન. ફાઈઝર અને બાયોએનટેક દ્વારા મંજૂરી માટે કરાઈ અરજી. મંજૂરી મળશે તો બની જશે બાળકોની પ્રથમ રસી. જ્યારે ત્રણ ડોઝની રસીના આંકડાની રાહ જાેવાઈ રહી છે. આ પગલાનો હેતુ ફેબ્રુઆરીના અંત સુધીમાં તેમના માટે વહેલી તકે રસીનો માર્ગ સાફ કરવાનો છે.
મંગળવારે ફાઈઝરઅને બાયોનેટટેકે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ‘યુએસફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા કરવામાં આવેલ આગ્રહને પગલે કંપનીઓએ ૬ મહિનાથી ૫ વર્ષ સુધીના બાળકો માટે ફાઈઝરઅને બાયોટેકદ્વારા તૈયાર કરાયેલ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરવામાં આવી છે. જાે આ રસી મંજૂર થઈ જશે તો તે પાંચ વર્ષ સુધીના બાળકોને અપાતી વિશ્વની પ્રથમ રસી બની જશે.
ફાઈઝરના ચેરમેન અને સીઈઓઆલ્બર્ટ બુર્લાએ જણાવ્યું છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની હોસ્પિટલમાં દાખલ થવાનું ચાલુ હોવાથી, અમારો ધ્યેય ભવિષ્યના કોરોના વેરિયન્ટ્સ માટે તૈયાર રહેવાનો છે અને માતાપિતાને બાળકોને કોરોના વાયરસથી બચાવવામાં મદદ માટે વિકલ્પ ઉપલબ્ધ કરવાનો છે. ફાઈઝરઅને બાયોટેકજણાવ્યું છે કે તેઓ અપેક્ષા રાખે છે કે સબમિશન પ્રક્રિયા થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે.
ફાઈઝરના પ્રારંભિક ડેટા દર્શાવે છે કે રસી – જે પુખ્ત વયના લોકો કરતા દસમા ભાગના દરે નાના બાળકોને આપવામાં આવે છે – તે સલામત છે અને રોગપ્રતિકારક પ્રતિભાવ ઉત્પન્ન કરે છે. જાેકે ગયા વર્ષે ફાઈઝરે જાહેરાત કરી હતી કે બે થી પાંચ વર્ષની વયના બાળકોમાં કોવિડ-૧૯ને રોકવામાં બે-ડોઝની રસી ઓછી અસરકારક સાબિત થઈ છે, અને નિયમનકારોએ કંપનીને એવી માન્યતા પર અભ્યાસમાં ત્રીજાે ડોઝ ઉમેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.