Haldwani Violence: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ફેલાયેલી હિંસાથી શહેરનું વાતાવરણ તંગ છે. નૈનીતાલના ડીએમ વંદના સિંહે હલ્દવાની હિંસા પર કહ્યું છે કે હાઈકોર્ટના આદેશ બાદ જ હલ્દવાનીના જુદા જુદા ભાગોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
#WATCH हल्द्वानी (उत्तराखंड): वन्दना सिंह (डीएम,नैनीताल) ने कहा, "होई कोर्ट के आदेश के बाद हल्द्वानी में जगह-जगह अतिक्रमण के खिलाफ कार्रवाई की गई।…..सभी को नोटिस और सुनवाई के अवसर दिए गए…कुछ ने होई कोर्ट का दरवाजा खटखटाया, कुछ को समय दिया गया, जबकि कुछ को समय नहीं दिया गया।… https://t.co/Wh7uis1p9z pic.twitter.com/vUbW5K2JD5
— ANI_HindiNews (@AHindinews) February 9, 2024
તેમણે કહ્યું કે PWD અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી પહેલા દરેકને નોટિસ પણ આપવામાં આવી હતી. હલ્દવાનીમાં ફેલાયેલી હિંસાને કારણે શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.નૈનીતાલ ડીએમએ કહ્યું કે, ‘હાઈકોર્ટના આદેશ બાદ હલ્દવાનીમાં ઘણી જગ્યાઓ પર અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. દરેકને નોટિસ અને સુનાવણી માટે સમય આપવામાં આવ્યો હતો.
કેટલાક લોકો હાઈકોર્ટમાં ગયા, જ્યારે કેટલાકને સમય મળ્યો અને કેટલાકને ન મળ્યો. તેમણે કહ્યું, ‘જ્યાં સમય આપવામાં આવ્યો ન હતો ત્યાં PWD અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોઈ અલગ-અલગ ઘટના ન હતી અને કોઈ ખાસ મિલકતને નિશાન બનાવીને કામ કરવામાં આવ્યું ન હતું.