બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની પૌત્રીએ આત્મહત્યા કરી છે. બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યા પોતે ડૉક્ટર હતી અને માત્ર 30 વર્ષની હતી. શુક્રવાર, 28 જાન્યુઆરીના રોજ, તેની લાશ બેંગ્લોરમાં એક ફ્લેટમાં લટકતી મળી આવી હતી.
હાલમાં બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાના મૃતદેહને શબપરીક્ષણ માટે બેંગલુરુની બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. સૌંદર્યા પરિણીત છે, તે ચાર મહિનાના બાળકની માતા પણ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણીમાં ગર્ભાવસ્થા પછીના ડિપ્રેશનના સંકેતો જોવા મળ્યા હતા.