ઘટાડાની વચ્ચે સોનાએ જબ્બર મોટો કુદકો માર્યો, એક તોલું લેવામાં ભીંસ પડશે, જાણો આજના નવા ભાવ

Lok Patrika
By Lok Patrika
Share this Article

નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ 2024 બાદ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે સોનું ખરીદવા ઇચ્છુકોને લાગ્યું કે હવે સોનું ખરીદવાનો યોગ્ય સમય છે. પરંતુ, થોડા દિવસોની સુસ્તી પછી, સોનાએ ફરીથી લાંબો કૂદકો મારવાનું શરૂ કર્યું છે. મંગળવારે સોનાએ રેકોર્ડ બ્રેક ઉછાળો માર્યો હતો અને એક જ દિવસમાં 1400 રૂપિયાનો વધારો થયો હતો. સોનામાં એક મહિનામાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ચાંદીના ભાવમાં પણ 3100 રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે.

સોનાના ભાવમાં રૂ.1400 અને ચાંદીમાં રૂ.3150નો વધારો

વૈશ્વિક માંગને કારણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 1,400 રૂપિયા વધીને 74,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 3,150 વધીને રૂ. 87,150 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો, જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ રૂ. 84,000 પ્રતિ કિલો હતો.

ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ કિંમતો સતત ઘટી

નાણાંકીય વર્ષ 2024-25ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સોના પરની આયાત ડ્યૂટી ઘટાડવાની જાહેરાત બાદ આ પીળી ધાતુની કિંમતો સતત ઘટી રહી હતી. 23 જુલાઈએ સોનાની કિંમત 3,350 રૂપિયા ઘટીને 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. દરમિયાન, દિલ્હીમાં, 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાનું સોનું અનુક્રમે રૂ. 74,150 અને રૂ. 73,800 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જે તેના અગાઉના બંધ ભાવની સરખામણીમાં રૂ. 1,400 વધુ છે.

VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં

કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી

નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત

જ્વેલર્સની વધતી જતી માંગને કારણે તેમાં તીવ્ર વધારો

સ્થાનિક જ્વેલર્સની વધતી માંગ સાથે વૈશ્વિક સ્તરે મજબૂત વલણને કારણે સોનાના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે સોનું 18.80 ડોલર પ્રતિ ઔંસ વધીને $2,560.10 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત પણ વધીને 30.19 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly