Business News: એમસીએક્સ પર સોનું રૂ. 36ના ઘટાડા સાથે રૂ. 62686 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને ચાંદી રૂ. 26ના વધારા સાથે રૂ. 77019 પ્રતિ કિલો પર ટ્રેન્ડ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સ્થાનિક બજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે.
સ્થાનિક બજારમાં સોનું સાત મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. બુલિયન માર્કેટમાં સોનું 62775 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. યુએસ ડોલર અને બોન્ડ યીલ્ડમાં ઘટાડાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. એવી અપેક્ષા છે કે ફેડરલ રિઝર્વ આગામી મહિનાઓમાં દરોમાં ઘટાડો કરી શકે છે. સોનું તેના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
એમસીએક્સ પર ચાંદી 77000ને પાર
સોનું રૂ. 36ના ઘટાડા સાથે રૂ. 62686 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને ચાંદી રૂ. 26ના વધારા સાથે રૂ. 77019 પ્રતિ કિલો પર ટ્રેન્ડ કરી રહી છે. આ પહેલા એમસીએક્સ પર સોનું રૂ. 62722 અને ચાંદી રૂ. 76993 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. સોના અને ચાંદીના આ ભાવ 5 મે પછી સૌથી વધુ હોવાનું કહેવાય છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે.
સોનામાં 800 રૂપિયાથી વધુનો ઉછાળો
બુધવારે સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બુલિયન માર્કેટમાં સોનું 862 રૂપિયાથી વધુ વધીને 62775 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. આ સિવાય ચાંદી 891 રૂપિયા વધીને 75750 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
અગાઉ સોનું 61913 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 74889 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. લગનની સિઝન શરૂ થયા બાદ સ્થાનિક બજારમાં સોનાની માંગ વધી છે.