Haryana Tree Pension Yojna: હરિયાણામાં વૃદ્ધ વૃક્ષોને પેન્શન મળવા લાગ્યું છે. ગુરુગ્રામના 75 વર્ષથી વધુ ઉંમરના 80 હેરિટેજ વૃક્ષોને આ પેન્શન પ્રથમ વખત આપવામાં આવ્યું છે. વૃક્ષ માલિકોને સરકાર દ્વારા 2750 રૂપિયા પેન્શનની રકમ આપવામાં આવી છે. આ પેન્શન દર વર્ષે મળશે.
હરિયાણા સરકારે પર્યાવરણ સુરક્ષા માટે વર્ષ 2021માં પ્રાણ વાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ દરેક જિલ્લામાં વૃક્ષોની પસંદગી કરવામાં આવી હતી. ગુરુગ્રામમાં 80 વૃક્ષોની પસંદગી કરવામાં આવી હતી. હવે તેમના માલિકોને પેન્શન આપવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ વૃક્ષોના જતન માટે 2500 રૂપિયા વાર્ષિક પેન્શનની જોગવાઈ છે. સરકારે 26 ઓક્ટોબર 2023ના રોજ પેન્શન જાહેર કર્યું છે. અગાઉ સરકારે 2500 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારબાદ રકમમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ યોજના વૃક્ષોના જીવનકાળ સુધી અમલમાં રહેશે. મહત્વની વાત એ છે કે હરિયાણામાં આ યોજના હેઠળ પસંદ કરાયેલા 90 ટકા વૃક્ષો પીપળાના છે. કારણ કે પીપળાના વૃક્ષો વધુ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આવા વૃક્ષોના જતનની જરૂરિયાત ઘણા સમયથી અનુભવાઈ રહી હતી.
રૂકો, જરા સબર કરો… દિવાળી પર ડુંગળીના ભાવ ભૂક્કા કાઢશે, તમારા બજેટની પથારી ફેરવશે એવું લાગે છે!
દેશનો સૌથી સસ્તો ગેસ સિલિન્ડર અહીં મળી રહ્યો છે, લોકોની પડાપડી થઈ, કિંમત માત્ર 474 રૂપિયા
બીજી તરફ યોજનાનો લાભ મેળવવા માટે, કોઈપણ વ્યક્તિ સંબંધિત જિલ્લાની વન વિભાગની કચેરીમાં અરજી કરી શકે છે. પરંતુ તેની જમીન પરના વૃક્ષની ઉંમર 75 વર્ષથી વધુ હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે માલિકે આ પૈસા ઝાડની જાળવણીમાં ખર્ચવા પડશે.