‘શું સરકારો નપુંસક બની ગઈ છે?’ અપ્રિય ભાષણ આપનારાઓ સામે પગલાં ન લેવા બદલ SC લાલચોળ થઈ ગઈ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

અપ્રિય ભાષણના મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. ઉશ્કેરણીજનક ભાષણો આપનારા લોકો સામે પગલા ન લેવા બદલ કોર્ટે રાજ્ય સરકારોને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે, દ્વેષયુક્ત ભાષણથી છુટકારો મેળવવા માટે ધર્મને રાજનીતિથી અલગ કરવો પડશે.

 

supreme court

 

સુપ્રીમ કોર્ટે બુધવારે અપ્રિય ભાષણની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ધર્મને રાજનીતિ સાથે ભેળવવો એ નફરતના ભાષણનો સ્ત્રોત છે. નારાજગી વ્યક્ત કરતાં જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બી.વી. નાગરત્નની બેન્ચે કહ્યું કે, કેમ સરકાર ચુપચાપ બધું જોઈ રહી છે? આવા લોકો સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી? આપણી ચિંતાનું કારણ એ છે કે રાજકારણીઓ સત્તા માટે ધર્મના ઉપયોગને ચિંતાનો વિષય બનાવે છે.

જસ્ટિસ નાગરત્ને કહ્યું કે સરઘસ કાઢવાનો અધિકાર અલગ બાબત છે અને તે સરઘસમાં શું કરવામાં આવે છે અથવા કહેવામાં આવે છે તે સંપૂર્ણપણે અલગ બાબત છે. બેન્ચે કહ્યું કે આ અસહિષ્ણુતા અને બુદ્ધિમત્તાના અભાવને કારણે આપણે દુનિયામાં નંબર વન નથી બની શકતા. જો તમારે સુપર પાવર બનવું હોય તો સૌથી પહેલા તમારે કાયદાનું શાસન જોઈએ.

supreme court

પાકિસ્તાન જાઓ… લોકોની ગરિમા પર હુમલો

કોર્ટે કહ્યું કે પાકિસ્તાન જાઓ જેવા નિવેદનો નિયમિતપણે નાગરિક ગરિમાનું ઉલ્લંઘન કરે છે. હવે આપણે ક્યાં પહોંચી ગયા છીએ? આશ્ચર્ય વ્યક્ત કરતાં, કોર્ટે પૂછ્યું કે કેટલા લોકો સામે કોર્ટની અવમાનના માટે કાર્યવાહી થઈ શકે છે. જો લોકો પ્રતિજ્ઞા લે કે તેઓ કોઈ નાગરિક અથવા સમુદાયનું અપમાન નહીં કરે તો તે વધુ સારું રહેશે. કોર્ટે કહ્યું કે અમે અવમાનના અરજીની સુનાવણી એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રાજ્યો સમયસર પગલાં નથી લઈ રહ્યા. આનું કારણ એ છે કે રાજ્યો બિનઅસરકારક અને શક્તિહીન બની ગયા છે. જો રાજ્ય મૌન છે તો જવાબદારી આપણા માથે કેમ ન હોવી જોઈએ?

PAN-આધાર લિંક ન કર્યું તો 10,000 રૂપિયાનો દંડ બધાને નહીં ભરવો પડે, આ લોકોને મળી છૂટ, જાણો તમે તો નથીને એમાં?

શાળામાં જ ધ્યાન આપીશ તો પ્રેમ ક્યારે કરીશ? પગાર જોઈતો હોય તો મને કિસ કર… ડાયરેક્ટરે શિક્ષિકા પર હદ વટાવી

હવે અંબાલાલ પટેલે ગુજરાતીઓની ઉંઘ હરામ કરી નાખી, આ તારીખ બાદ સાપ કરડવાની ડરામણી આગાહીથી ફફડાટ

આજે નકામા લોકોના ટોળા વાત સાંભળવા આવે છે

કોર્ટે કહ્યું કે એક સમયે અમારી પાસે નેહરુ, વાજપેયી જેવા વક્તા હતા. દૂર-દૂરથી લોકો તેને સાંભળવા આવતા. હવે નકામા તત્વોને સાંભળવા લોકોના ટોળા ઉમટી પડે છે. દ્વેષયુક્ત ભાષણથી છૂટકારો મેળવવા માટે ધર્મને રાજકારણથી અલગ પાડવો પડશે. હાલમાં સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી 28 એપ્રિલે હાથ ધરશે.


Share this Article