ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કોરોનાવાયરસના નવા પ્રકાર, Omicronના પરીક્ષણ માટે OmiSure કીટને મંજૂરી આપી છે. OmiSure કીટ ટાટા મેડિકલ દ્વારા વિકસાવવામાં આવી છે.
ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડના TATA MD CHECK RT-PCR OmiSureને ICMR દ્વારા 30 ડિસેમ્બરે જ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેની માહિતી આજે સામે આવી છે.
દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાવાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના અત્યાર સુધીમાં 1,892 કેસ નોંધાયા છે, જેમાંથી 766 સંક્રમિતો સ્વસ્થ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા પ્રકારના મહારાષ્ટ્રમાં સૌથી વધુ 568 કેસ નોંધાયા છે, ત્યારબાદ દિલ્હીમાં 382, કેરળમાં 185, રાજસ્થાનમાં 174, ગુજરાતમાં 152 અને તમિલનાડુમાં 121 કેસ નોંધાયા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 37,379 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગઈ છે જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 1 લાખ 71 હજાર 830 થઈ ગઈ છે. .
માહિતી અનુસાર, વધુ 124 સંક્રમિતોના મોત બાદ દેશમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 4 લાખ 82 હજાર 17 થઈ ગયો છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.13 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સક્રિય કેસોમાં 26 હજાર 248 કેસનો વધારો થયો છે.