India NEWS: ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે પૂર્વ ભારતમાં 1 મે સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. આ પછી તે ધીમે ધીમે ઘટી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 30 એપ્રિલ 2024 ના રોજ બિહારના મોટાભાગના ભાગો, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, સૌરાષ્ટ્ર, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા અને આંતરિક કર્ણાટકના અલગ-અલગ સ્થળોએ ગરમીની લહેર આવવાની સંભાવના છે.
IMDએ કહ્યું કે આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં તોફાન અને ભારે પવન સાથે ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 2 મેના રોજ અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના આસપાસના મેદાનોમાં તીવ્ર વાવાઝોડાં, વીજળી અને પવન સાથે વરસાદની સંભાવના છે. આ પછી તેમાં થોડો ઘટાડો થશે. IMD એ સંભાવના વ્યક્ત કરી છે કે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ભારે ગાજવીજ, વીજળી અને પવન સાથે વરસાદ પડી શકે છે. આજથી તેમાં થોડો ઘટાડો થશે.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
હવામાન વિભાગે કહ્યું કે તમિલનાડુ અને કેરળના કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જો કે આનાથી હીટવેવથી બહુ રાહત નહીં મળે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 36 કલાકથી વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. હવામાન વિભાગે જણાવ્યું કે વરસાદ અને હિમવર્ષાની સ્થિતિ 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે.