ભારત-ચીનસરહદે બની રહેલા સડક નિર્માણના કામમાં કાર્યરત મજૂરો હેલિકોપ્ટર દ્વારા મતઆપવા માટે જશે. ભારે બરફવર્ષાના કારણે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. સરહદે આવેલા પિથોરાગઢ જિલ્લાનામુનસ્યારીમાં ૩,૪૦૦ મીટરની ઉંચાઈ પર મિલમ-લાસ્પા ખાતે મોટી સંખ્યામાં શ્રમિકો ભારત-ચીન સરહદને જાેડનારા માર્ગનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે.મુનસ્યારીથી આશરે ૫૪ કિમી દૂર લાસ્પામાં ૬ ફૂટ કરતાં વધારે હિમવર્ષા થઈ છે.
મતદાનની તારીખ સુધીમાં પણ બરફથી ઢંકાયેલા પૈદલ માર્ગો ખુલવાનાકોઈ જ અણસાર નથી. આ કારણે સ્થાનિક મજૂરોને મતદાન માટે હેલિકોપ્ટરની મદદથીનીચાણવાળા વિસ્તારોમાં લાવવામાં આવશે. અત્યાર સુધીમાં આવા ૧૦૦ જેટલા લોકોચિન્હિત કરી દેવામાં આવ્યા છે. આ તરફ ઉત્તરકાશીમાં બીઆરઓના મેજર વીએસવીનૂના કહેવા પ્રમાણે તેમના ત્યાં આશરે ૩,૪૦૦ મજૂરો કામ કરી રહ્યા છે.
મોટા ભાગના રૂટ ખુલ્લા છે માટે મતદાનના રોજ મજૂરોને અવકાશ આપવામાં આવશે. સિલ્વાઉપ કમાન અધિકારી, બીઆરઓ, મુનસ્યારીના કહેવા પ્રમાણે તેમણે ઉંચાણવાળાવિસ્તારોમાં કામ કરી રહેલા લોકોને મતદાન માટે હેલિકોપ્ટરની સુવિધા આપવાર્નોનિણય લીધો છે. અત્યાર સુધીમાં આવા ૧૦૦ લોકો ચિન્હિત થયા છે. આગળ પણ આવાલોકો સામે આવશે તો તેમને હેલિકોપ્ટર દ્વારા મતદાન કેન્દ્રો સુધીપહોંચાડવામાં આવશે.