Kumbh Mela 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. ભારત સહિત દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સતત પૂજા અર્ચના કરી રહ્યા છે. જો કે, મેળા દરમિયાન રાજકીય વિવાદ પણ સામે આવ્યો છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળામાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. હવે અખાડા પરિષદે આ પ્રતિમાની સ્થાપનાની નિંદા કરી છે.
શું છે સમગ્ર મામલો?
રવિવારે પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં મુલાયમ સિંહ યાદવની કાંસ્યની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. સેક્ટર 16માં મુલાયમ સિંહ યાદવ મેમોરિયલ સેવા સંસ્થાના કેમ્પમાં ત્રણ ફૂટની આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સપા નેતા માતા પ્રસાદ પાંડેએ કહ્યું કે, આ શિબિરમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપશે.
મુલાયમ હિન્દુ વિરોધી હતાઃ અખાડા પરિષદ
અખિલ ભારતીય અખાડા પરિષદ (એબીએપી)એ મહાકુંભમાં મુલાયમ સિંહની પ્રતિમાની સ્થાપનાની નિંદા કરી છે. અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ કહ્યું કે, “મુલાયમ સિંહની પ્રતિમા અમને બતાવવા માટે લગાવવામાં આવી છે કે તેમણે અમારી હત્યા કરી છે, અમને લોહીલુહાણ કરી દીધા છે. અમને મુલાયમ સિંહ સામે કોઈ વાંધો નથી, તેઓ અમારા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ તેઓ (એસપી) આ સમયે પ્રતિમા મૂકીને અમને શું સંદેશ આપવા માંગે છે? રામ મંદિર માટે તેમનું શું યોગદાન રહ્યું છે તે સૌ જાણે છે. તેઓ હંમેશા હિન્દુ વિરોધી, સનાતન વિરોધી અને મુસ્લિમ તરફી રહ્યા છે. સાથે જ જુના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદે પણ આ નિવેદનનું સમર્થન કર્યું છે.
આ ઈવી કંપનીના શેરની જબરદસ્ત લિસ્ટિંગ થઈ શકે છે, 342 ગણું થયું સબ્સ્ક્રાઇબ, જુઓ GMP
પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા કેવી રીતે નજીક આવ્યા? કોણે પહેલા પ્રપોઝ કર્યું?
અખિલેશ મહાકુંભમાં આવશે?
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડેને પણ પૂછવામાં આવ્યું હતું કે શું સપાના વડા અખિલેશ યાદવ મહાકુંભમાં સ્નાન કરશે? આના પર માતા પ્રસાદ પાંડેએ કહ્યું- “મેં તેમની સાથે આ વિશે વાત કરી નથી. જોકે, મેં શનિવારે ગંગામાં ડૂબકી લગાવી હતી. ”