પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માત થયો છે. બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેનમાં કુલ 24 કોચ હતા. આ ઘટના મોયનાગુરી પાર કર્યા બાદ બની હતી. આ ટ્રેન પટનાથી ગુવાહાટી જઈ રહી હતી. અલીપુરદ્વાર ડીઆરએમ, એસપી અને ડીએમ તમામ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્ય ચાલુ છે.
આટલા મોટા અકસ્માત બાદ રેલ્વેએ ઘાયલોના પરિવારજનો માટે બે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. તમે આ બે નંબરો પર 03612731622, 03612731623 ડાયલ કરીને માહિતી મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે ટ્રેન નંબર UP 15633 ના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘાયલોની વહેલી તકે સારવાર કરવાના નિર્દેશ આપ્યા છે અને બચાવ કામગીરીના આદેશ પણ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન બપોરે 12.30 વાગ્યા સુધીમાં ગુવાહાટી પહોંચવાની હતી, પરંતુ તે પહેલા જ આ મોટી ટ્રેન દુર્ઘટના થઈ ગઈ. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેનો આંકડો રેલવે દ્વારા હજુ જાહેર કરવામાં આવ્યો નથી.