Business NEWS: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી હતી. શરૂઆતના કામકાજમાં ઉછાળા સાથે શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અંતે BSE સેન્સેક્સ 732.96 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ બે ટકાથી વધુનો ઘટાડો થયો છે. કંપનીનો શેર 2.17%ના ઘટાડા સાથે રૂ. 2868.50 પર બંધ થયો હતો. જેના કારણે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર શુક્રવારે અંબાણીની કુલ સંપત્તિમાં 2.3 બિલિયન ડોલર એટલે કે લગભગ 19,177 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે અંબાણીની કુલ સંપત્તિ ઘટીને 111 અબજ ડોલર થઈ ગઈ છે અને તેઓ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 11મા નંબરે છે. અંબાણી ભારત અને એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ છે. આ વર્ષે તેની નેટવર્થ $14.3 બિલિયન વધી છે.
દરમિયાન અમેરિકાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફે સિવાય, તમામ ટોચના 10 અમીરોની નેટવર્થ શુક્રવારે વધી હતી. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં સૌથી વધુ $4.60 બિલિયનનો વધારો થયો છે. આ ઉછાળા સાથે તેમની નેટવર્થ $218 બિલિયન સુધી પહોંચી ગઈ. આ યાદીમાં બીજા ક્રમે રહેલા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની નેટવર્થ $1.52 બિલિયન વધીને $208 બિલિયન પર પહોંચી ગઈ છે. એલોન મસ્કની નેટવર્થ $759 મિલિયન વધી છે. તેઓ 192 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ત્રીજા સ્થાને છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગે શુક્રવારે $3.55 બિલિયનની કમાણી કરી છે. આ વર્ષે તેની કુલ સંપત્તિમાં $32.8 બિલિયનનો વધારો થયો છે અને તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ચોથા સ્થાને છે.
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ આ યાદીમાં 149 અબજ ડોલરની સંપત્તિ સાથે પાંચમા સ્થાને છે. ગૂગલના સ્થાપક લેરી પેજ ($149 બિલિયન) છઠ્ઠા ક્રમે, સેર્ગેઈ બ્રિન ($141 બિલિયન) સાતમા ક્રમે, સ્ટીવ બાલ્મર ($141 બિલિયન) આઠમા ક્રમે, વોરેન બફે ($132 બિલિયન) નવમા અને લેરી એલિસન ($130 બિલિયન) દસમાં ક્રમે છે. ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની નેટવર્થમાં શુક્રવારે $611 મિલિયનનો ઘટાડો થયો છે. તેઓ 98.5 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 14માં નંબરે છે. આ વર્ષે તેની નેટવર્થ $14.2 બિલિયન વધી છે.