રાજસ્થાનના અલવર ખાતેથી એક એવી ઘટના સામે આવી છે જેનાથી ફરી એક વખત માનવતા શરમમાં મુકાઈ છે. આ બિભત્સ ઘટના તિજારા ફ્લાયઓવર ખાતેની છે જ્યાં મોડી રાતેપેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક બાળકી સાથે દુષ્કર્મની સૂચના મળી હતી. પોલીસજ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે માસૂમ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહીવહી રહ્યું હતું. પોલીસે ગંભીર અવસ્થામાં રહેલી સગીરાને હોસ્પિટલમાં દાખલકરાવી હતી જ્યાં આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસના કહેવા પ્રમાણેમોડી રાત સુધી સગીરાની કોઈ ઓળખ સામે નથી આવી. એસપી તેજસ્વી ગૌતમનાકહેવા પ્રમાણે રાતે આશરે ૦૯ઃ૦૦ કલાકે એવી સૂચના મળી હતી કે, તિજારાફ્લાયઓવર પર કોઈક એક સગીરાને ફેંકી ગયું છે. ત્યાર બાદ ઘટના સ્થળે પહોંચેલીપોલીસે જાેયું કે, સગીરાના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું જેથીતેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે તે બાળકીમાનસિક રીતે વિકલાંગ જણાય છે અને તેના પરિવારજનો વિશે કોઈ માહિતી નથી મળી.
પોલીસનાકહેવા પ્રમાણે આ સંપૂર્ણપણે દુષ્કર્મનો કેસ હોવાનું જણાઈ રહ્યું છે.આરોપીઓ સગીરા સાથે દુષ્કર્મ કરીને તેને ફ્લાયઓવર પર ફેંકી ગયા. આ ઘટના અંગેજાણ થતાં કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. તેમણેજણાવ્યું કે, પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે અને આજુબાજુના વિસ્તારનાસીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.