હવે અદાણી ગ્રુપની કંપનીઓને લઈને સરકારી એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ કસ્ટમ્સ, એક્સાઈઝ એન્ડ સર્વિસીસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT)ના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. DRI એ અદાણી ગ્રૂપની બે કંપનીઓ સામે બિલની હેરાફેરીનો આક્ષેપ કર્યો હતો, પરંતુ CESTATએ આ આરોપોને ફગાવી દીધા હતા. ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓ અદાણી પાવર મહારાષ્ટ્ર (APML), અદાણી પાવર રાજસ્થાન (APRL) અને મહારાષ્ટ્ર ઈસ્ટર્ન ગ્રીડ પાવર ટ્રાન્સમિશન કંપની (MEGPTCL)ને જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે રાહત આપી હતી. APML અને APRL કેસમાં DRIએ ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
સૂત્રોએ ETને જણાવ્યું હતું કે MEGPTCLના કિસ્સામાં પણ આવી જ અરજી દાખલ કરવામાં આવી શકે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે ડીઆરઆઈએ તેના પેરેન્ટ ડિપાર્ટમેન્ટ સીબીઆઈસીને પણ આ સંબંધમાં પ્રસ્તાવ મોકલ્યો છે. અદાણી ગ્રૂપની કંપનીઓની સાથે ત્રણ વ્યક્તિઓના નામ પણ અપીલમાં છે. ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ શાંતિલાલ અદાણીનું નામ પણ તેમાં છે. તેની 11મી નવેમ્બરે અરજી કરવામાં આવી હતી. અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના તાજેતરના રિપોર્ટમાં DRI તપાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે અને તેનું માર્કેટ કેપ 10 લાખ કરોડ રૂપિયા સુધી ઘટી ગયું છે. 24 જાન્યુઆરીના રોજ તે 19.2 લાખ કરોડ રૂપિયા હતો.
15 માર્ચ, 2014ના રોજ, ડીઆરઆઈએ દુબઈ સ્થિત કંપનીઓ EIF, APML, APRLની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરતી સામાન્ય કારણ બતાવો નોટિસ મોકલી હતી. EIF ની હોલ્ડિંગ કંપની EIH છે જે વિનોદ અદાણી દ્વારા નિયંત્રિત છે. તેઓ અદાણી એન્ટરપ્રાઇઝના શેરહોલ્ડર પણ છે. અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી પાવર લિમિટેડ દ્વારા APML અને APRLની માલિકી ધરાવે છે. કારણ બતાવો નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે આ કંપનીઓએ વિદેશી હૂંડિયામણની હેરાફેરી કરી છે. APML અને APRLએ મશીનરી અને સાધનસામગ્રીની આયાતમાં ગડબડ કરી. આયાતી માલની વાસ્તવિક કિંમત રૂ. 3187.61 કરોડ હતી, જ્યારે બિલ રૂ. 7161.73 કરોડનું હતું. આ રીતે EIF દ્વારા રૂ. 3974.12 કરોડની ઉચાપત કરવામાં આવી હતી. જોકે અદાણી ગ્રુપનું કહેવું છે કે વિનોદ અદાણી ગ્રુપના પ્રમોટર નથી.
અંબાલાલ પટેલની મોટી આગાહી, આજથી ઠંડી થઈ જશે છૂમંતર, તાપમાનનો પારો સીધો આટલી ડીગ્રી સુધી પહોંચશે
અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મે 2014માં ડીઆરઆઈએ APML અને APRLને ઓવરવેલ્યુએશનના મામલે કારણ બતાવો નોટિસ જારી કરી હતી. ઓગસ્ટ 2017માં ડીઆરઆઈની એડજ્યુડિકેટિંગ ઓથોરિટીએ તમામ આરોપોને ફગાવી દીધા હતા. કસ્ટમ વિભાગની અપીલ પર CESTATએ જુલાઈ 2022માં અપીલ ફગાવી દીધી હતી. આ કેસની સુનાવણીની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. જુલાઈ 2021માં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે DRI અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓ સામે તપાસ કરી રહી છે. જુલાઈ 2022માં ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં કહ્યું હતું કે વિદેશમાં સ્થિત ભારતીય બેંકોની શાખાઓમાંથી મળેલા દસ્તાવેજોના આધારે વિભાગે આ આરોપો લગાવ્યા છે. તે કાયદા મુજબ પ્રમાણિત નથી.