Business News: બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત યોગ્યતાઓ છે, તો તમારા માટે અહીં એક મોટી તક છે. બેંક ઓફ બરોડાએ BC સુપરવાઈઝરની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ પર નોકરી મેળવવામાં રસ ધરાવતો હોય તે અધિકૃત વેબસાઇટ bankofbaroda.in દ્વારા અરજી કરી શકે છે. આ માટે બેંકે અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
બેંક ઓફ બરોડાની આ ભરતી અંતર્ગત અનેક જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ આ પદો માટે અરજી કરવા માંગો છો, તો તમે 10 મે પહેલા અરજી કરી શકો છો. કોઈપણ ઉમેદવાર કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તો નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો.
બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે વય મર્યાદા
જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે, તેમની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 65 વર્ષ હોવી જોઈએ.
બેંક ઓફ બરોડામાં નોકરી મેળવવાની લાયકાત
જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેઓ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર જ્ઞાન સાથે સ્નાતક હોવા જોઈએ.
બેંક ઓફ બરોડામાં આ રીતે સિલેક્શન થશે
બેંક ઓફ બરોડામાં આ જગ્યાઓ માટે અરજી કરનાર તમામ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
બેંક ઓફ બરોડામાં પસંદગી પર પગાર આપવામાં આવશે
સત્તાવાર નોટિફિકેશન મુજબ આ પદો માટે પસંદગી પામેલા કોઈપણ ઉમેદવારને માસિક રૂ. 25,000 પગાર તરીકે ચૂકવવામાં આવશે.
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
બેંક ઓફ બરોડામાં આ રીતે સિલેક્શન થશે
અધિકૃત સૂચના મુજબ ઉમેદવારોએ અરજી ફોર્મ ભરીને તેને સંબંધિત દસ્તાવેજો સાથે “આસિસ્ટન્ટ જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા, પ્રાદેશિક કાર્યાલય, બરોડા સિટી રીજન II, ગ્રાઉન્ડ ફ્લોર, સૂરજ પ્લાઝા 1, સયાજીગંજ, બરોડા – 390005 પર મોકલવાનું રહેશે.